ઐશ્વર્યા રાય બચ્ચને ચાહકોનો આભાર માન્યો, કહ્યું- હું હંમેશાં તમારી ઋણી રહીશ ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયામાં ચાહકોનો આભાર માનતી પોસ્ટ શૅર કરી હતી. અમિતાભ બચ્ચન, અભિષેક, ઐશ્વર્યા તથા આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં અમિતાભ તથા અભિષેક નાણાવટી હોસ્પિટલમાં છે અને ઐશ્વર્યા તથા આરાધ્યાને 11 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઈન્સ્ટાગ્રામમાં ચાહકોનો આભાર માન્યો ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શૅર કરીને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઐશ્વર્યાએ પોસ્ટમાં કહ્યું હતું, તમે ડાર્લિંગ એન્જલ આરાધ્યા, પા, એબી તથા મારા માટે ચિંતા વ્યક્ત કરી, શુભેચ્છા આપી તથા પ્રાર્થના કરી તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારા પ્રેમ માટે હંમેશાં તમારી ઋણી રહીશ, ભગવાન તમારું ભલું કરે અને તમે હંમેશાં ખુશ રહો તેવી મારી પ્રાર્થના. સારા રહો અને સ્વસ્થ રહો... View this post on Instagram ✨❤️THANK YOU SO SO MUCH for ALL your Prayers , Concern, Wishes and Love for my darling Angel Aaradhya 🥰🙏❤️and for Pa, Ab ...and me✨TRULY OVERWHELMED and forever indebted...GOD BLESS YOU ALL ❤️✨ALL MY LOVE ALWAYS and Prayers for the well-being of you ALL and all yours... Truly, Deeply and Heartfelt... ❤️Be Well and Be Safe GOD BLESS ✨LOVE YOU All too🙏❤️✨ A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on Jul 28, 2020 at 12:23pm PDT 17 જુલાઈના રોજ આરાધ્યા-ઐશ્વર્યાને એડમિટ કરવામાં આવ્યાં હતાં 12 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નહોતા અને તેથી જ તેઓ ઘરમાં આઈસોલેશનમાં હતાં. જોકે, 17 જુલાઈની સાંજે બંનેમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યાં હતાં અને તેથી જ બંનેને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. 27 જુલાઈના રોજ બંનેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અમિતાભ બચ્ચન તથા અભિષેક બચ્ચન 11 જુલાઈથી હોસ્પિટલમાં એડમિટ છે. વહુ-પૌત્રીને રજા મળતા અમિતાભ રડી પડ્યા બિગ બીએ ટ્વીટ કરીને કહ્યું હતું, મારી નાનકડી દીકરી અને વહુ રાણીને હોસ્પિટલમાંથી રજા મળી અને હું મારા આંસુઓ રોકી શક્યો નહીં. પ્રભુ, તારી કૃપા અપાર, અપરમ્પાર. T 3607 - T 3607 - अपनी छोटी बिटिया , और बहुरानी को ,अस्पताल से मुक्ति मिलने पर ; मैं रोक ना पाया अपने आंसू 🙏 प्रभु तेरी कृपा अपार , अपरम्पार 🙏🙏 — Amitabh Bachchan (@SrBachchan) July 27, 2020 Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Aishwarya Rai Bachchan thanks fans, says- I will always be indebted to you

ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયામાં ચાહકોનો આભાર માનતી પોસ્ટ શૅર કરી હતી. અમિતાભ બચ્ચન, અભિષેક, ઐશ્વર્યા તથા આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં અમિતાભ તથા અભિષેક નાણાવટી હોસ્પિટલમાં છે અને ઐશ્વર્યા તથા આરાધ્યાને 11 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ઈન્સ્ટાગ્રામમાં ચાહકોનો આભાર માન્યો
ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શૅર કરીને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઐશ્વર્યાએ પોસ્ટમાં કહ્યું હતું, તમે ડાર્લિંગ એન્જલ આરાધ્યા, પા, એબી તથા મારા માટે ચિંતા વ્યક્ત કરી, શુભેચ્છા આપી તથા પ્રાર્થના કરી તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારા પ્રેમ માટે હંમેશાં તમારી ઋણી રહીશ, ભગવાન તમારું ભલું કરે અને તમે હંમેશાં ખુશ રહો તેવી મારી પ્રાર્થના. સારા રહો અને સ્વસ્થ રહો...

17 જુલાઈના રોજ આરાધ્યા-ઐશ્વર્યાને એડમિટ કરવામાં આવ્યાં હતાં
12 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નહોતા અને તેથી જ તેઓ ઘરમાં આઈસોલેશનમાં હતાં. જોકે, 17 જુલાઈની સાંજે બંનેમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યાં હતાં અને તેથી જ બંનેને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. 27 જુલાઈના રોજ બંનેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અમિતાભ બચ્ચન તથા અભિષેક બચ્ચન 11 જુલાઈથી હોસ્પિટલમાં એડમિટ છે.

વહુ-પૌત્રીને રજા મળતા અમિતાભ રડી પડ્યા
બિગ બીએ ટ્વીટ કરીને કહ્યું હતું, મારી નાનકડી દીકરી અને વહુ રાણીને હોસ્પિટલમાંથી રજા મળી અને હું મારા આંસુઓ રોકી શક્યો નહીં. પ્રભુ, તારી કૃપા અપાર, અપરમ્પાર.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Aishwarya Rai Bachchan thanks fans, says- I will always be indebted to you


from Divya Bhaskar https://ift.tt/3060iM8
via IFTTT

Comments