15.84 લાખ કેસઃ એક સપ્તાહમાં બીજી વખત 50 હજારથી વધુ કેસ; સાજા થનારનો આંકડો 10 લાખને પાર દેશમાં 24 કલાકમાં રેકોર્ડ 52 હજાર 263 દર્દી વધ્યા છે. આ સપ્તાહમાં આ બીજી વખત બન્યુ છે જ્યારે સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર થઈ ગયો છે. આ પહેલા 25 જુલાઈએ 50 હજાર 72 કેસ મળ્યા હતા. અત્યાર સુધી 15 લાખ 84 હજાર 384 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. સાથે જ મૃતકોનો આંકડો 35 હજારને પાર થઈ ચુક્યો છે. દેશમાં 10 લાખ 6 હજારથી વધુ દર્દી સાજા થઈ ચુક્યા છે. 5 લાખ 8 હજારથી વધુ એક્ટિવ દર્દી છે, એટલે કે તેમની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org પ્રમાણે છે. સાથે જ મહારાષ્ટ્રમાં 31 અને ત્રિપુરામાં 4 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. ત્રિપુરાના CM બિુપ્લવ કુમાર દેવે બુધવારે જણાવ્યું કે, 1200 હેલ્થ વર્કર્સ દ્વારા એક જરૂરી હેલ્થ સર્વે કરવાનો છે. જેને પુરો કરવા માટે રાજ્યમાં લોકડાઉન વધારાઈ રહ્યું છે. રાજ્યોની સ્થિતિ મધ્યપ્રદેશઃ રાજ્યમાં 24 કલાકમાં 917 નવા કેસ સામે આવ્યા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 30 હજાર 134 થઈ ગઈ છે. જેમાંથી 20 હજાર 934 લોકો સાજા થઈ ચુક્યા છે જ્યારે 844 દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્રઃ 24 કલાકમાં 9,211 નવા કેસ સામે આવ્યા. 298 લોકોના મોત થયા અને 7 હજાર 478 દર્દી સાજા થયા છે. મુંબઈમાં બુધવારે 1109 નવા કેસ સામે આવ્યા. અહીંયા બુધવારે આ મહામારીના કારણે 60 લોકોના મોત થયા છે. શહેરમાં બે દિવસ પહેલા સુધી ડબલિંગ રેટ વધીને 68 દિવસ અને રિકવરી રેટ 73% થવાની વાત સામે આવી હતી. રાજસ્થાનઃ અહીંયા 24 કલાકમાં 1,144 સંક્રમિત મળ્યા હતા. 10 લોકોના મોત થયા અને 992 દર્દી સાજા થયા છે. આ બિમારીથી અત્યાર સુધી જયપુરમાં 183 લોકોના મોત થયા છે. જોધપુરમાં 81, ભરતપુરમાં 53, અજમેરમાં 38, બીકાનેરમાં 36, કોટામાં 33, પાલીમાં 30, નાગૌરમાં 23 અને ધૌલપુરમાં 15 દર્દીઓના મોત થયા છે. અહીંયા અન્ય રાજ્યોના 35 દર્દીઓના મોત થયા છે. બિહારઃ અહીંયા બુધવારે 2328 સંક્રમિત મળ્યા હતા. 4 સંક્રમિતોના મોત થયા છે અને 1,284 સાજા થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધી 45,919 કેસ આવી ચુક્યા છે. 273 લોકોના મોત થઈ ચુક્યા છે અને 30,504 સાજા થઈ ચુક્યા છે. ઉત્તરપ્રદેશઃ અહીંયા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 હજાર 383 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સંક્રમિતોનો આંકડો વધીને 77,334 થઈ ગયો છે. જેમાંથી 45,807 લોકો સાજા પણ થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 33 લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા હવે 1,530 થઈ ચુકી છે Download Dainik Bhaskar App to read Latest Hindi News Today દિલ્હીના CWG કોવિડ સેન્ટર પર બુધવારે PPE કીટ પહેરીને સારવાર કરી રહેલા એક ડોક્ટર

દેશમાં 24 કલાકમાં રેકોર્ડ 52 હજાર 263 દર્દી વધ્યા છે. આ સપ્તાહમાં આ બીજી વખત બન્યુ છે જ્યારે સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર થઈ ગયો છે. આ પહેલા 25 જુલાઈએ 50 હજાર 72 કેસ મળ્યા હતા. અત્યાર સુધી 15 લાખ 84 હજાર 384 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. સાથે જ મૃતકોનો આંકડો 35 હજારને પાર થઈ ચુક્યો છે. દેશમાં 10 લાખ 6 હજારથી વધુ દર્દી સાજા થઈ ચુક્યા છે. 5 લાખ 8 હજારથી વધુ એક્ટિવ દર્દી છે, એટલે કે તેમની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org પ્રમાણે છે.
સાથે જ મહારાષ્ટ્રમાં 31 અને ત્રિપુરામાં 4 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. ત્રિપુરાના CM બિુપ્લવ કુમાર દેવે બુધવારે જણાવ્યું કે, 1200 હેલ્થ વર્કર્સ દ્વારા એક જરૂરી હેલ્થ સર્વે કરવાનો છે. જેને પુરો કરવા માટે રાજ્યમાં લોકડાઉન વધારાઈ રહ્યું છે.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ રાજ્યમાં 24 કલાકમાં 917 નવા કેસ સામે આવ્યા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 30 હજાર 134 થઈ ગઈ છે. જેમાંથી 20 હજાર 934 લોકો સાજા થઈ ચુક્યા છે જ્યારે 844 દર્દીઓના મોત થયા છે.

મહારાષ્ટ્રઃ 24 કલાકમાં 9,211 નવા કેસ સામે આવ્યા. 298 લોકોના મોત થયા અને 7 હજાર 478 દર્દી સાજા થયા છે. મુંબઈમાં બુધવારે 1109 નવા કેસ સામે આવ્યા. અહીંયા બુધવારે આ મહામારીના કારણે 60 લોકોના મોત થયા છે. શહેરમાં બે દિવસ પહેલા સુધી ડબલિંગ રેટ વધીને 68 દિવસ અને રિકવરી રેટ 73% થવાની વાત સામે આવી હતી.

રાજસ્થાનઃ અહીંયા 24 કલાકમાં 1,144 સંક્રમિત મળ્યા હતા. 10 લોકોના મોત થયા અને 992 દર્દી સાજા થયા છે. આ બિમારીથી અત્યાર સુધી જયપુરમાં 183 લોકોના મોત થયા છે. જોધપુરમાં 81, ભરતપુરમાં 53, અજમેરમાં 38, બીકાનેરમાં 36, કોટામાં 33, પાલીમાં 30, નાગૌરમાં 23 અને ધૌલપુરમાં 15 દર્દીઓના મોત થયા છે. અહીંયા અન્ય રાજ્યોના 35 દર્દીઓના મોત થયા છે.

બિહારઃ અહીંયા બુધવારે 2328 સંક્રમિત મળ્યા હતા. 4 સંક્રમિતોના મોત થયા છે અને 1,284 સાજા થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધી 45,919 કેસ આવી ચુક્યા છે. 273 લોકોના મોત થઈ ચુક્યા છે અને 30,504 સાજા થઈ ચુક્યા છે.

ઉત્તરપ્રદેશઃ અહીંયા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 હજાર 383 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સંક્રમિતોનો આંકડો વધીને 77,334 થઈ ગયો છે. જેમાંથી 45,807 લોકો સાજા પણ થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 33 લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા હવે 1,530 થઈ ચુકી છે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
દિલ્હીના CWG કોવિડ સેન્ટર પર બુધવારે PPE કીટ પહેરીને સારવાર કરી રહેલા એક ડોક્ટર


from Divya Bhaskar https://ift.tt/39DqYqJ
via IFTTT

Comments