કોવિડ-19ના બહાને નેપાળ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સાથે સંબંધ સુધારી રહ્યું છે ચીન, ભારતની આ મામલે કડક નજર ચીન કોવિડ-19ના બહાને ભારતને તેના પડોશીઓથી અલગ કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. સોમવારે ચીનના વિદેશ મંત્રીએ નેપાળ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનાન વિદેશ મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. તેઓ આ બહાને ભારતને આ દેશોથી દૂર કરવા માંગે છે. આ મીટિંગમાં બાંગ્લાદેશ, મ્યાનમાર અને શ્રીલંકા સામેલ નહતું. જોકે એ પણ હજી સ્પષ્ટ નથી કે આ દેશોને આ મીટિંગમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું કે નહીં. CPEC પર નજર આ મીટિંગનો એજન્ડા કોવિડ-19ને રોકવાનો જણાવવામાં આવ્યો હતો, પરંતુ તીને તેમના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. તેના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે, ચારેય દેશોએ મળીને CPEC (ચીન-પાકિસ્તાન ઈકોનોમિ કોરિડોર) નિર્માણ પૂરુ કરવામાં મદદ કરવી જોઈએ. તેને અફઘાનિસ્તાન સુધી લઈ જવાથી આ દરેક દેશને ફાયદો પણ થશે. ચીને ચાર પોઈન્ટ વાળો એક પ્લાન પણ આ મીટિંગમાં રજૂ કર્યો હતો. આ દરેક મુદ્દામાં CPEC અને વન બેલ્ટ વન રોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારતને દૂર રાખવામાં આવ્યું ભારતને આ મીટિંગથી દૂર રાખવામાં આવ્યું હતું. પાકિસ્તાનના ન્યૂઝ પેપર ધી ટ્રિબ્યૂનના જણાવ્યા પ્રમાણે, તેનું કારણ એ છે કે ભારતે હંમેશા CPECનો વિરોધ કર્યો છે અને ચીનને તે મંજૂર નથી. નેપાળ અને અફઘાનિસ્તાન પણ આ વિસ્તાર માટે નાના પરંતુ મહત્વના દેશો છે. જોકે બંને CPECનો હિસ્સો નથી. હકીકતમાં ચીન દક્ષિણ એશિયામાં પોતાની તાકાત દર્શાવવા માટે કોવિડ-19ના બહાને નાના દેશોને મદદ કરી રહ્યું છે. ભારતની દરેક હરકત પર નજર ભારત આ મીટિંગમાં સામેલ નહતું પરંતુ ભારતીય વિદેશ મંત્રાલયની આ મીટિંગ પર કડક નજર છે. હવે જોવાનું એ છે કે, ભારત આનો જવાબ કેવી રીતે આપે છે. જોકે પાકિસ્તાન અને ચીનનો રસ્તો પણ સરળ નથી. કારણકે સાર્કના મોટા ભાગના દેશ ભારતની સાથે છે. અફઘાનિસ્તાન પર અમેરિકાનું દબાણ છે. જોકે એ વાતની આશા ઓછી છે કે, તે ચીનની વાતમાં આવશે. નેપાળ મામલે ભારત સરકાર અત્યાર સુધી ચૂપ છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ઈમરાન ખાન

ચીન કોવિડ-19ના બહાને ભારતને તેના પડોશીઓથી અલગ કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. સોમવારે ચીનના વિદેશ મંત્રીએ નેપાળ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનાન વિદેશ મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. તેઓ આ બહાને ભારતને આ દેશોથી દૂર કરવા માંગે છે. આ મીટિંગમાં બાંગ્લાદેશ, મ્યાનમાર અને શ્રીલંકા સામેલ નહતું. જોકે એ પણ હજી સ્પષ્ટ નથી કે આ દેશોને આ મીટિંગમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું કે નહીં.

CPEC પર નજર
આ મીટિંગનો એજન્ડા કોવિડ-19ને રોકવાનો જણાવવામાં આવ્યો હતો, પરંતુ તીને તેમના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. તેના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે, ચારેય દેશોએ મળીને CPEC (ચીન-પાકિસ્તાન ઈકોનોમિ કોરિડોર) નિર્માણ પૂરુ કરવામાં મદદ કરવી જોઈએ. તેને અફઘાનિસ્તાન સુધી લઈ જવાથી આ દરેક દેશને ફાયદો પણ થશે. ચીને ચાર પોઈન્ટ વાળો એક પ્લાન પણ આ મીટિંગમાં રજૂ કર્યો હતો. આ દરેક મુદ્દામાં CPEC અને વન બેલ્ટ વન રોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ભારતને દૂર રાખવામાં આવ્યું
ભારતને આ મીટિંગથી દૂર રાખવામાં આવ્યું હતું. પાકિસ્તાનના ન્યૂઝ પેપર ધી ટ્રિબ્યૂનના જણાવ્યા પ્રમાણે, તેનું કારણ એ છે કે ભારતે હંમેશા CPECનો વિરોધ કર્યો છે અને ચીનને તે મંજૂર નથી. નેપાળ અને અફઘાનિસ્તાન પણ આ વિસ્તાર માટે નાના પરંતુ મહત્વના દેશો છે. જોકે બંને CPECનો હિસ્સો નથી. હકીકતમાં ચીન દક્ષિણ એશિયામાં પોતાની તાકાત દર્શાવવા માટે કોવિડ-19ના બહાને નાના દેશોને મદદ કરી રહ્યું છે.

ભારતની દરેક હરકત પર નજર
ભારત આ મીટિંગમાં સામેલ નહતું પરંતુ ભારતીય વિદેશ મંત્રાલયની આ મીટિંગ પર કડક નજર છે. હવે જોવાનું એ છે કે, ભારત આનો જવાબ કેવી રીતે આપે છે. જોકે પાકિસ્તાન અને ચીનનો રસ્તો પણ સરળ નથી. કારણકે સાર્કના મોટા ભાગના દેશ ભારતની સાથે છે. અફઘાનિસ્તાન પર અમેરિકાનું દબાણ છે. જોકે એ વાતની આશા ઓછી છે કે, તે ચીનની વાતમાં આવશે. નેપાળ મામલે ભારત સરકાર અત્યાર સુધી ચૂપ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ઈમરાન ખાન


from Divya Bhaskar https://ift.tt/3f5C8Wl
via IFTTT

Comments