1997માં સુખોઈ મળ્યાંના 23 વર્ષ પછી એરફોર્સમાં નવું યુદ્ધવિમાન સામેલ, સંરક્ષણમંત્રીએ કહ્યું- સૈન્ય ઈતિહાસમાં નવા યુગની શરૂઆત દુનિયાના સૌથી શક્તિશાળી યુદ્ધવિમાનોમાં સામેલ રાફેલ બુધવારે ભારતીય એરફોર્સમાં સામેલ થઈ ગયું. રશિયા પાસેથી સુખોઈ ખરીદયાનાં 23 વર્ષ પછી એરફોર્સની ફ્લિટમાં કોઈ નવું યુદ્ધવિમાન જોડાયું છે. ફ્રાન્સથી આવેલાં 5 રાફેલ બપોરના 3:10 વાગ્યે અંબાલા સ્થિત એરફોર્સ સ્ટેશને ઉતર્યાં હતાં. ગ્રૂપ કેપ્ટન હરકીરત સિંહના નેતૃત્વમાં એરફોર્સના પાઈલટોએ રાફેલ માટે ખાસ રીતે તૈયાર કરેલા નવા રન-વે પર તેનું લેન્ડિંગ કરાવાયું હતું. એરફોર્સ પ્રમુખ આર.કે.એસ.ભદોરિયા સહિત અન્ય વરિષ્ઠ અધિકારી તેમની આગેવાની માટે હાજર રહ્યા હતા. ભારતની જમીનને સ્પર્શતા જ પાંચેય રાફેલનું વૉટર સેલ્યૂટથી સ્વાગત કરાયું હતું. એરફોર્સને રાફેલ વિમાન એવા સમયે મળ્યાં છે જ્યારે લદાખમાં ચીન સાથે તણાવ વધ્યો છે. એરફોર્સે લદાખમાં તહેનાતી વધારી છે. રાફેલને એ મોરચે મોકલી શકાય છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ટિ્વટ કરી જણાવ્યું કે ભારતીય સેનાના ઈતિહાસમાં આ નવા યુગની શરૂઆત છે. આ અત્યાધુનિક વિમાન એરફોર્સની ક્ષમતામાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. ચીનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે અમારી ક્ષેત્રીય અખંડતાને ખતરામાં નાખવાની મનશા ધરાવતા લોકોએ હવે ચિંતિત થવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે યુપીએના શાસનમાં ફ્રાન્સની કંપની ડેસો એવિયેશન પાસેથી 126 યુદ્ધરાફેલ વિમાન ખરીદવા માટે વાતચીત શરૂ થઇ હતી પણ સોદો પાર ન પડ્યો. વડાપ્રધાન મોદીના સત્તામાં આવ્યા બાદ 23 સપ્ટેમ્બર 2016ના રોજ નવેસરથી આશરે 59 હજાર કરોડ રૂપિયામાં 36 રાફેલ વિમાન ખરીદવાની ડીલ થઇ હતી. ભારતને હાલ 10 રાફેલની ડિલિવરી કરાઈ છે. પાંચ આવી ગયાં છે, જોકે બીજાં પાંચ ટ્રેનિંગ મિશન પર ફ્રાન્સમાં રોકાયેલા છે. રાફેલ અંબાલા સ્થિત એરફોર્સની 17મી સ્ક્વોડ્રન ગોલ્ડન એરોનો હિસ્સો બનશે જેમાં 18 રાફેલ તહેનાત થશે. તેમાંથી 3 ટ્રેનર અને બાકી 15 યુદ્ધવિમાન હશે. એરફોર્સ માટે 42 સ્ક્વોડ્રનને મંજૂરી છે. સાત હજાર કિમીનું અંતર કાપીને આવ્યાં, ભારતીય એરસ્પેસમાં સુખોઈએ એસ્કોર્ટ કર્યા બુધવારે સવારે 11 વાગ્યે યુએઈથી ભારત માટે ઉડાન ભરી. 7000 કિમીની ઉડાન દરમિયાન તેમાં હવામાં બે વખત ઈંધણ ભરાયું. ભારતીય સરહદમાં પ્રવેશતાં જ બે સુખોઈ MKI30 વિમાન તેની સુરક્ષા માટે આકાશમાં પહોંચી ગયાં હતાં. વડાપ્રધાન મોદીની ટિ્વટ નભ: સ્પૃશં દીપ્તમ્… રાષ્ટ્રરક્ષાસમં પુણ્યં, રાષ્ટ્રરક્ષાસમં વ્રતમ, રાષ્ટ્રરક્ષાસમં યજ્ઞો, દૃષ્ટો નેવ ચ નેવ ચ. નભ: સ્પૃશં દીપ્તમ્…સ્વાગતમ્! ભારતમાં રાફેલ (અર્થ-રાષ્ટ્રરક્ષા સમાન કોઈ પુણ્ય, રાષ્ટ્રરક્ષા સમાન કોઈ વ્રત, રાષ્ટ્રરક્ષા સમાન કોઈ યજ્ઞ ન દેખાય છે ન તો છે.) કોંગ્રેસે રાફેલ મળતાં એરફોર્સને શુભેચ્છા પાઠવી કોંગ્રેસે 5 રાફેલ યુદ્ધવિમાન ભારત પહોંચતાં જ ખુશી વ્યક્ત કરતાં ભારતીય એરફોર્સને શુભેચ્છા પાઠવી હતી. પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસ સરકારે 8 વર્ષ પહેલાં જે છોડ રોપ્યો હતો તે હવે ફળ આપવા લાગ્યો છે. જ્યારે પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટિ્વટ કરી કે રાફેલનું ભારતમાં સ્વાગત! એરફોર્સના જાંબાજ લડવૈયાઓને શુભેચ્છા. હમજે દૈબ દેશભક્ત જરૂર પૂછે કે 526 કરોડ રૂપિયાનું એક રાફેલ 1670 કરોડ રૂપિયામાં કેમ? હવે 126 રાફેલના બદલે 36 જ કેમ? મેક ઈન ઈન્ડિયાને બદલે મેક ઈન ફ્રાન્સ કેમ? પાંચ વર્ષ મોડું કેમ? Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ભારતની જમીનને સ્પર્શતા જ પાંચેય રાફેલનું વૉટર સેલ્યૂટથી સ્વાગત કરાયું હતું.
દુનિયાના સૌથી શક્તિશાળી યુદ્ધવિમાનોમાં સામેલ રાફેલ બુધવારે ભારતીય એરફોર્સમાં સામેલ થઈ ગયું. રશિયા પાસેથી સુખોઈ ખરીદયાનાં 23 વર્ષ પછી એરફોર્સની ફ્લિટમાં કોઈ નવું યુદ્ધવિમાન જોડાયું છે. ફ્રાન્સથી આવેલાં 5 રાફેલ બપોરના 3:10 વાગ્યે અંબાલા સ્થિત એરફોર્સ સ્ટેશને ઉતર્યાં હતાં. ગ્રૂપ કેપ્ટન હરકીરત સિંહના નેતૃત્વમાં એરફોર્સના પાઈલટોએ રાફેલ માટે ખાસ રીતે તૈયાર કરેલા નવા રન-વે પર તેનું લેન્ડિંગ કરાવાયું હતું. એરફોર્સ પ્રમુખ આર.કે.એસ.ભદોરિયા સહિત અન્ય વરિષ્ઠ અધિકારી તેમની આગેવાની માટે હાજર રહ્યા હતા. ભારતની જમીનને સ્પર્શતા જ પાંચેય રાફેલનું વૉટર સેલ્યૂટથી સ્વાગત કરાયું હતું.
એરફોર્સને રાફેલ વિમાન એવા સમયે મળ્યાં છે જ્યારે લદાખમાં ચીન સાથે તણાવ વધ્યો છે. એરફોર્સે લદાખમાં તહેનાતી વધારી છે. રાફેલને એ મોરચે મોકલી શકાય છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ટિ્વટ કરી જણાવ્યું કે ભારતીય સેનાના ઈતિહાસમાં આ નવા યુગની શરૂઆત છે. આ અત્યાધુનિક વિમાન એરફોર્સની ક્ષમતામાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. ચીનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે અમારી ક્ષેત્રીય અખંડતાને ખતરામાં નાખવાની મનશા ધરાવતા લોકોએ હવે ચિંતિત થવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે યુપીએના શાસનમાં ફ્રાન્સની કંપની ડેસો એવિયેશન પાસેથી 126 યુદ્ધરાફેલ વિમાન ખરીદવા માટે વાતચીત શરૂ થઇ હતી પણ સોદો પાર ન પડ્યો. વડાપ્રધાન મોદીના સત્તામાં આવ્યા બાદ 23 સપ્ટેમ્બર 2016ના રોજ નવેસરથી આશરે 59 હજાર કરોડ રૂપિયામાં 36 રાફેલ વિમાન ખરીદવાની ડીલ થઇ હતી. ભારતને હાલ 10 રાફેલની ડિલિવરી કરાઈ છે. પાંચ આવી ગયાં છે, જોકે બીજાં પાંચ ટ્રેનિંગ મિશન પર ફ્રાન્સમાં રોકાયેલા છે.
રાફેલ અંબાલા સ્થિત એરફોર્સની 17મી સ્ક્વોડ્રન ગોલ્ડન એરોનો હિસ્સો બનશે જેમાં 18 રાફેલ તહેનાત થશે. તેમાંથી 3 ટ્રેનર અને બાકી 15 યુદ્ધવિમાન હશે. એરફોર્સ માટે 42 સ્ક્વોડ્રનને મંજૂરી છે.
સાત હજાર કિમીનું અંતર કાપીને આવ્યાં, ભારતીય એરસ્પેસમાં સુખોઈએ એસ્કોર્ટ કર્યા
બુધવારે સવારે 11 વાગ્યે યુએઈથી ભારત માટે ઉડાન ભરી. 7000 કિમીની ઉડાન દરમિયાન તેમાં હવામાં બે વખત ઈંધણ ભરાયું. ભારતીય સરહદમાં પ્રવેશતાં જ બે સુખોઈ MKI30 વિમાન તેની સુરક્ષા માટે આકાશમાં પહોંચી ગયાં હતાં.
વડાપ્રધાન મોદીની ટિ્વટ
નભ: સ્પૃશં દીપ્તમ્…
રાષ્ટ્રરક્ષાસમં પુણ્યં, રાષ્ટ્રરક્ષાસમં વ્રતમ, રાષ્ટ્રરક્ષાસમં યજ્ઞો, દૃષ્ટો નેવ ચ નેવ ચ.
નભ: સ્પૃશં દીપ્તમ્…સ્વાગતમ્!
ભારતમાં રાફેલ
(અર્થ-રાષ્ટ્રરક્ષા સમાન કોઈ પુણ્ય, રાષ્ટ્રરક્ષા સમાન કોઈ વ્રત, રાષ્ટ્રરક્ષા સમાન કોઈ યજ્ઞ ન દેખાય છે ન તો છે.)
કોંગ્રેસે રાફેલ મળતાં એરફોર્સને શુભેચ્છા પાઠવી
કોંગ્રેસે 5 રાફેલ યુદ્ધવિમાન ભારત પહોંચતાં જ ખુશી વ્યક્ત કરતાં ભારતીય એરફોર્સને શુભેચ્છા પાઠવી હતી. પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસ સરકારે 8 વર્ષ પહેલાં જે છોડ રોપ્યો હતો તે હવે ફળ આપવા લાગ્યો છે. જ્યારે પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટિ્વટ કરી કે રાફેલનું ભારતમાં સ્વાગત! એરફોર્સના જાંબાજ લડવૈયાઓને શુભેચ્છા. હમજે દૈબ દેશભક્ત જરૂર પૂછે કે 526 કરોડ રૂપિયાનું એક રાફેલ 1670 કરોડ રૂપિયામાં કેમ? હવે 126 રાફેલના બદલે 36 જ કેમ? મેક ઈન ઈન્ડિયાને બદલે મેક ઈન ફ્રાન્સ કેમ? પાંચ વર્ષ મોડું કેમ?
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gdttm7
via IFTTT
Comments
Post a Comment