ધારાસભ્યોના અયોગ્યતાના મામલામાં સુપ્રીમ કોર્ટ આજે ચુકાદાની શકયતા, વિધાનસભા સત્ર બોલાવવા અંગેની ફાઈલ પરત મોકલવામાં આવી રાજસ્થાનમાં કોંગ્રેસની લડાઈ કોર્ટ અને રાજભવન સુધી પહોંચી છે. હાઈકોર્ટના ચુકાદા પછી હવે સુપ્રીમ કોર્ટ સોમવારે સ્પીકર સીપી જોશીએ સચિન પાયલટ ગ્રુપના ધારાસભ્યોને આપેલી નોટિસના મામલાની સુનાવણી કરશે. જ્યારે રાજસ્થાન હાઈકોર્ટ ભાજપના ધારાસભ્ય મદન દિલાવરની અરજી પર સુનાવણી કરશે, જેમાં તેમણે બસપાના છ ધારાસભ્યોના કોંગ્રેસમાં મર્જરની વિરુદ્ધ સ્પીકર સમક્ષ દાખલ થયેલી તેમની અરજી પર કોઈ કાર્યવાહી ન થવાની વાતને કોર્ટમાં પડકારી છે. દિલાવરની અરજી પર સોમવારે હાઈકોર્ટના જસ્ટિસ મહેન્દ્ર ગોયલ સુનાવણી કરશે. તેમાં વિધાનસભા સ્પીકર, સેક્રેટરી સહિત બસપાના છ ધારાસભ્યોને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. દિલાવરના વકીલ આશીષ શર્માએ જણાવ્યું કે અરજદારે સ્પીકરને ચાર મહિના પહેલા માર્ચ 2020માં બસપના ધારાસભ્ય લખન સિંહ(કરૌલી), રાજેન્દ્ર સિંહ ગુઢા(ઉદયપુરવાટી), દીપચંદ્ર ખેડિયા(કિશનગઢ બાસ), જોગેન્દર સિંહ અવાના(નદબઈ), સંદીપ કુમાર(તિજારા) અને વાજિબ અલી(નગર ભરતપુર)ના કોંગ્રેસમાં મર્જર બાબતે સ્પીકરને ફરીયાદ કરી હતી. આ સિવાય તેમણે સ્પીકરને આ 6 ધારાસભ્યોનું વિધાનસભાનું સભ્યપદ પક્ષપલટાના કાયદા અંતર્ગત અયોગ્ય જાહેર કરવા પણ રજૂઆત કરી હતી. જોકે સ્પીકરે આ અંગે હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી. સમગ્ર દેશમાં રાજભવનની સામે થશે દેખાવો પીસીસી ચીફ ગોવિંગ સિંહ ડોટાસરાએ કહ્યું કે સોમવારે કોંગ્રેસની સેવ ડેમોક્રેસી સેવ કોન્સ્ટીટયુશન ચળવળ અંતર્ગત સમગ્ર દેશમાં રાજભવનની સામે દેખાવો કરવામાં આવશે. રાજસ્થાનમાં એવું કરવામાં આવશે નહિ. અમે કેબિનેટને રિવાઈઝ્ડ નોટ મોકલી છે અને આશા રાખીએ છીએ કે તેઓ ઝડપથી સત્ર બોલાવવાની પરવાનગી આપશે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Two cases in court today: Supreme Court to rule on Speaker's plea today, hearing in High Court against merger of 6 BSP MLAs in Congress
રાજસ્થાનમાં કોંગ્રેસની લડાઈ કોર્ટ અને રાજભવન સુધી પહોંચી છે. હાઈકોર્ટના ચુકાદા પછી હવે સુપ્રીમ કોર્ટ સોમવારે સ્પીકર સીપી જોશીએ સચિન પાયલટ ગ્રુપના ધારાસભ્યોને આપેલી નોટિસના મામલાની સુનાવણી કરશે.
જ્યારે રાજસ્થાન હાઈકોર્ટ ભાજપના ધારાસભ્ય મદન દિલાવરની અરજી પર સુનાવણી કરશે, જેમાં તેમણે બસપાના છ ધારાસભ્યોના કોંગ્રેસમાં મર્જરની વિરુદ્ધ સ્પીકર સમક્ષ દાખલ થયેલી તેમની અરજી પર કોઈ કાર્યવાહી ન થવાની વાતને કોર્ટમાં પડકારી છે. દિલાવરની અરજી પર સોમવારે હાઈકોર્ટના જસ્ટિસ મહેન્દ્ર ગોયલ સુનાવણી કરશે. તેમાં વિધાનસભા સ્પીકર, સેક્રેટરી સહિત બસપાના છ ધારાસભ્યોને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
દિલાવરના વકીલ આશીષ શર્માએ જણાવ્યું કે અરજદારે સ્પીકરને ચાર મહિના પહેલા માર્ચ 2020માં બસપના ધારાસભ્ય લખન સિંહ(કરૌલી), રાજેન્દ્ર સિંહ ગુઢા(ઉદયપુરવાટી), દીપચંદ્ર ખેડિયા(કિશનગઢ બાસ), જોગેન્દર સિંહ અવાના(નદબઈ), સંદીપ કુમાર(તિજારા) અને વાજિબ અલી(નગર ભરતપુર)ના કોંગ્રેસમાં મર્જર બાબતે સ્પીકરને ફરીયાદ કરી હતી.
આ સિવાય તેમણે સ્પીકરને આ 6 ધારાસભ્યોનું વિધાનસભાનું સભ્યપદ પક્ષપલટાના કાયદા અંતર્ગત અયોગ્ય જાહેર કરવા પણ રજૂઆત કરી હતી. જોકે સ્પીકરે આ અંગે હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી.
સમગ્ર દેશમાં રાજભવનની સામે થશે દેખાવો
પીસીસી ચીફ ગોવિંગ સિંહ ડોટાસરાએ કહ્યું કે સોમવારે કોંગ્રેસની સેવ ડેમોક્રેસી સેવ કોન્સ્ટીટયુશન ચળવળ અંતર્ગત સમગ્ર દેશમાં રાજભવનની સામે દેખાવો કરવામાં આવશે. રાજસ્થાનમાં એવું કરવામાં આવશે નહિ. અમે કેબિનેટને રિવાઈઝ્ડ નોટ મોકલી છે અને આશા રાખીએ છીએ કે તેઓ ઝડપથી સત્ર બોલાવવાની પરવાનગી આપશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3jHQob8
via IFTTT
Comments
Post a Comment