દ્વિચક્રી વાહનમાં પાછળ બેસનાર માટે પકડવા હેન્ડલ અનિવાર્ય દ્વિચક્રી વાહનમાં પાછળ બેસનારને પકડવા માટે હેન્ડલ અનિવાર્ય કરાયું છે. અકસ્માત ઓછા કરવા માર્ગ પરિવહન મંત્રાલયે અનેક પરિવર્તનનો નિર્ણય લીધો છે. આ અંગેનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે. તેને લાગુ કરવા દ્વિચક્રી વાહન કંપનીઓને દોઢ વર્ષનો સમય અપાયો છે. જાન્યુઆરી 2022થી દ્વિચક્રી વાહનોમાં આ તમામ પરિવર્તન અનિવાર્ય હશે. દેશમાં કુલ 21 કરોડ વાહનોમાં 14 કરોડ દ્વિચક્રી વાહનો છે. તેઓ જ સૌથી વધુ અકસ્માતનો ભોગ બનતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ પરિવર્તન થશે પાછળ બેસનાર માટે હેન્ડલ અનિવાર્ય જેથી ઝટકો લાગે ત્યારે તે એકાએક ઉછળી ન પડે જમણી તરફના પૈડાને કવર કરવાનું રહેશે જેથી સાડી, દુપટ્ટો કે કોઈ કપડું ફસાય નહીં. સાઈડ સ્ટેન્ડ ગોળાકાર કરાશે. ઘણીવાર સાઈડ સ્ટેન્ડ રહી જવાથી વળાંક સમયે સંતુલન ખોરવાય છે. ફૂટરેસ્ટ પણ નિશ્ચિત માપના હશે. દરેક વાહનમાં સમાન પેટર્ન. ડિલિવરી બોક્સની સાઈઝ પણ નિશ્ચિત કરાશે. બોક્સની લંબાઈ 550 મિમી, પહોળાઈ 510 મિમી, ઊંચાઈ 500 મિમી હોવી જોઈએ. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today પ્રતિકાત્મક તસવીર.

દ્વિચક્રી વાહનમાં પાછળ બેસનારને પકડવા માટે હેન્ડલ અનિવાર્ય કરાયું છે. અકસ્માત ઓછા કરવા માર્ગ પરિવહન મંત્રાલયે અનેક પરિવર્તનનો નિર્ણય લીધો છે. આ અંગેનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે. તેને લાગુ કરવા દ્વિચક્રી વાહન કંપનીઓને દોઢ વર્ષનો સમય અપાયો છે. જાન્યુઆરી 2022થી દ્વિચક્રી વાહનોમાં આ તમામ પરિવર્તન અનિવાર્ય હશે. દેશમાં કુલ 21 કરોડ વાહનોમાં 14 કરોડ દ્વિચક્રી વાહનો છે. તેઓ જ સૌથી વધુ અકસ્માતનો ભોગ બનતા હોવાથી આ નિર્ણય લેવાયો છે.

આ પરિવર્તન થશે

  • પાછળ બેસનાર માટે હેન્ડલ અનિવાર્ય જેથી ઝટકો લાગે ત્યારે તે એકાએક ઉછળી ન પડે
  • જમણી તરફના પૈડાને કવર કરવાનું રહેશે જેથી સાડી, દુપટ્ટો કે કોઈ કપડું ફસાય નહીં.
  • સાઈડ સ્ટેન્ડ ગોળાકાર કરાશે. ઘણીવાર સાઈડ સ્ટેન્ડ રહી જવાથી વળાંક સમયે સંતુલન ખોરવાય છે.
  • ફૂટરેસ્ટ પણ નિશ્ચિત માપના હશે. દરેક વાહનમાં સમાન પેટર્ન.
  • ડિલિવરી બોક્સની સાઈઝ પણ નિશ્ચિત કરાશે. બોક્સની લંબાઈ 550 મિમી, પહોળાઈ 510 મિમી, ઊંચાઈ 500 મિમી હોવી જોઈએ.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3f5vtvh
via IFTTT

Comments