શ્રીરામ મંદિરના શિલાન્યાસનો સમય નજીક, પીળા રંગમાં રંગાવા લાગી રામલલા નગરી અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ શ્રીરામ મંદિરનો શિલાન્યાસ કરાશે. સરયુ નદીમાં પાણી તેજ પ્રવાહમાં વહી રહ્યું છે. કહેવાય છે કે અયોધ્યામાં સરયુ સિવાય ભગવાન રામની કોઈ નિશાની નથી. હવે ટૂંક સમયમાં જ શ્રીરામની જન્મભૂમિ પર ભવ્ય વિશાળ મંદિર આકાર લેશે. સરયુના કિનારે આવેલા નાગેશ્વરનાથ મંદિરમાં શ્રદ્ધાળુ ભગવાન ભોલેનાથને શ્રાવણનો જળાભિષેક કરી રહ્યા છે. રામ કી પૌડીની આસપાસ ગામડાંના લોકોની ચહલ-પહલ છે. ગોંડાથી આવેલા કેવલરામ(60) કહ્યું કે, ‘લાંબા સમયથી કાયદાકીય લડાઈ ચાલતી હતી. વિહિપના લોકો આંદોલન કરતા હતા, પરંતુ વિશ્વાસ ન હતો કે રામલલાનું મંદિર બની જશે. હવે જિંદગીમાં અયોધ્યામાં રમલલાનું મંદિર જોઈ શકીશું.’ આ દરમિયાન અયોધ્યામાં ‘પેઈન્ટ માય સિટી’ અભિયાન ચાલી રહ્યું છે. અયોધ્યાને પીળા રંગમાં રંગવામાં આવી રહ્યું છે. અવધ યુનિવર્સિટીની ફાઈન આર્ટની 70 છાત્રાઓ કામ કરી રહી છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. મનોજ દીક્ષિત અને ફાઈન આર્ટ વિભાગનાં અધ્યક્ષ ડો. સરિતા દ્વિવેદીના માર્ગદર્શનમાં આ કાર્ય ચાલી રહ્યું છે. છાત્રાઓ વડાપ્રધાન મોદીનું સ્વાગત રોલી ચંદનના તિલક અને ગુલાબની પાંખડીથી કરશે. અયોધ્યામાં 4 ઓગસ્ટના રોજ મઠો, મંદિરોમાં શ્રીરામચરિત માનસનો પાઠ શરૂ થશે. આસ્થાના રંગ : જ્યાં જશો ત્યાં રામ દેખાશે અયોધ્યામાં ઠેર-ઠેર દીવાલો પર ભગવાન રામ અને સીતાજીનાં ચિત્ર બનાવાઈ રહ્યા છે. દુકાનો પણ પહેલાથી વધુ સજી ગઈ છે. જોકે, માર્ગો પર સફાઈનું ઘણું કામ બાકી છે. કેટલીક જગ્યાએ ઉતાવળમાં બાંધકામ અને રિપેરીંગ ચાલી રહ્યું છે. ઈતિહાસમાં... અંગ્રેજ જજના આદેશ પર 1902માં લાગ્યા હતા અયોધ્યાનાં તીર્થસ્થળોનાં શિલાલેખ અયોધ્યામાં વિવિધ તીર્થસ્થળો પર શિલાલેખ છે. અંગ્રેજ જજ એડવર્ડના આદેશ પર 1902માં તેમને વિવેચની ભાષામાં લગાવાયા હતા. જજ એડવર્ડે આ શિલાલેખને ઉખાડનાર પર 3 હજારનો દંડ અને ત્રણ વર્ષની સજાનો આદેશ આપ્યો હતો. આ શિલાલેખની માહિતી અયોધ્યા શોધ સંસ્થાને ભેગી કરી છે. સંસ્થાના ડિરેક્ટર વાય. પી. સિંહે કહ્યું કે, 1898માં અયોધ્યાની મોટી છાવણીના મહંત રામ મનોહર પ્રસાદે તીર્થ યાત્રિઓની સુવિધા માટે મુખ્ય તીર્થસ્થળો પર શિલાલેખ લગાવાનું શરૂ કર્યું હતું. તેની સામે એક વર્ગે વાંધો ઉઠાવ્યો હતો. ત્રણ વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યો. જજ એડવર્ડે મહંતની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. એ સમયે 148 શિલાલેખ લગાવાયા હતા, જે આજે પણ છે. શ્રીરામ જન્મભૂમિ કેસમાં આ શિલાલેખોને પણ એક પુરાવા તરીકે રજૂ કરાયા હતા. નિમંત્રણ : કોઠારી બંધુઓની બહેન, ભાગવત આવશે શિલાન્યાસનું નિમંત્રણ સંઘ પ્રમુખ મોહન ભાગવત, મંદિર આંદોલન સાથે જોડાયેલા અશોક સિંઘળના પરિજન, કોઠારી બંધુઓની બહેન પુર્ણિમા, કારસેવકોનાં પરિજન, યોગ ગુરુ રામદેવ, કબીર પંથ, રામકૃષ્ણ મિશન, ગાયત્રી પરિવાર અને લગભગ તમામ ધર્મોનાં પ્રતિનિધિને અપાયું છે. આ બાજુ, અયોધ્યા જિલ્લા તંત્રે શ્રીરામલલા વિરાજમાનના નામે સરકારી દસ્તાવેજોમાં 2.77 એકર જમીન નોંધી લીધી છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today અયોધ્યામાં ઠેર-ઠેર દીવાલો પર ભગવાન રામ અને સીતાજીનાં ચિત્ર બનાવાઈ રહ્યા છે.
અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ શ્રીરામ મંદિરનો શિલાન્યાસ કરાશે. સરયુ નદીમાં પાણી તેજ પ્રવાહમાં વહી રહ્યું છે. કહેવાય છે કે અયોધ્યામાં સરયુ સિવાય ભગવાન રામની કોઈ નિશાની નથી. હવે ટૂંક સમયમાં જ શ્રીરામની જન્મભૂમિ પર ભવ્ય વિશાળ મંદિર આકાર લેશે. સરયુના કિનારે આવેલા નાગેશ્વરનાથ મંદિરમાં શ્રદ્ધાળુ ભગવાન ભોલેનાથને શ્રાવણનો જળાભિષેક કરી રહ્યા છે. રામ કી પૌડીની આસપાસ ગામડાંના લોકોની ચહલ-પહલ છે.
ગોંડાથી આવેલા કેવલરામ(60) કહ્યું કે, ‘લાંબા સમયથી કાયદાકીય લડાઈ ચાલતી હતી. વિહિપના લોકો આંદોલન કરતા હતા, પરંતુ વિશ્વાસ ન હતો કે રામલલાનું મંદિર બની જશે. હવે જિંદગીમાં અયોધ્યામાં રમલલાનું મંદિર જોઈ શકીશું.’ આ દરમિયાન અયોધ્યામાં ‘પેઈન્ટ માય સિટી’ અભિયાન ચાલી રહ્યું છે. અયોધ્યાને પીળા રંગમાં રંગવામાં આવી રહ્યું છે. અવધ યુનિવર્સિટીની ફાઈન આર્ટની 70 છાત્રાઓ કામ કરી રહી છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. મનોજ દીક્ષિત અને ફાઈન આર્ટ વિભાગનાં અધ્યક્ષ ડો. સરિતા દ્વિવેદીના માર્ગદર્શનમાં આ કાર્ય ચાલી રહ્યું છે. છાત્રાઓ વડાપ્રધાન મોદીનું સ્વાગત રોલી ચંદનના તિલક અને ગુલાબની પાંખડીથી કરશે. અયોધ્યામાં 4 ઓગસ્ટના રોજ મઠો, મંદિરોમાં શ્રીરામચરિત માનસનો પાઠ શરૂ થશે.
આસ્થાના રંગ : જ્યાં જશો ત્યાં રામ દેખાશે
અયોધ્યામાં ઠેર-ઠેર દીવાલો પર ભગવાન રામ અને સીતાજીનાં ચિત્ર બનાવાઈ રહ્યા છે. દુકાનો પણ પહેલાથી વધુ સજી ગઈ છે. જોકે, માર્ગો પર સફાઈનું ઘણું કામ બાકી છે. કેટલીક જગ્યાએ ઉતાવળમાં બાંધકામ અને રિપેરીંગ ચાલી રહ્યું છે.
ઈતિહાસમાં... અંગ્રેજ જજના આદેશ પર 1902માં લાગ્યા હતા અયોધ્યાનાં તીર્થસ્થળોનાં શિલાલેખ
અયોધ્યામાં વિવિધ તીર્થસ્થળો પર શિલાલેખ છે. અંગ્રેજ જજ એડવર્ડના આદેશ પર 1902માં તેમને વિવેચની ભાષામાં લગાવાયા હતા. જજ એડવર્ડે આ શિલાલેખને ઉખાડનાર પર 3 હજારનો દંડ અને ત્રણ વર્ષની સજાનો આદેશ આપ્યો હતો. આ શિલાલેખની માહિતી અયોધ્યા શોધ સંસ્થાને ભેગી કરી છે. સંસ્થાના ડિરેક્ટર વાય. પી. સિંહે કહ્યું કે, 1898માં અયોધ્યાની મોટી છાવણીના મહંત રામ મનોહર પ્રસાદે તીર્થ યાત્રિઓની સુવિધા માટે મુખ્ય તીર્થસ્થળો પર શિલાલેખ લગાવાનું શરૂ કર્યું હતું. તેની સામે એક વર્ગે વાંધો ઉઠાવ્યો હતો. ત્રણ વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યો. જજ એડવર્ડે મહંતની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. એ સમયે 148 શિલાલેખ લગાવાયા હતા, જે આજે પણ છે. શ્રીરામ જન્મભૂમિ કેસમાં આ શિલાલેખોને પણ એક પુરાવા તરીકે રજૂ કરાયા હતા.
નિમંત્રણ : કોઠારી બંધુઓની બહેન, ભાગવત આવશે
શિલાન્યાસનું નિમંત્રણ સંઘ પ્રમુખ મોહન ભાગવત, મંદિર આંદોલન સાથે જોડાયેલા અશોક સિંઘળના પરિજન, કોઠારી બંધુઓની બહેન પુર્ણિમા, કારસેવકોનાં પરિજન, યોગ ગુરુ રામદેવ, કબીર પંથ, રામકૃષ્ણ મિશન, ગાયત્રી પરિવાર અને લગભગ તમામ ધર્મોનાં પ્રતિનિધિને અપાયું છે. આ બાજુ, અયોધ્યા જિલ્લા તંત્રે શ્રીરામલલા વિરાજમાનના નામે સરકારી દસ્તાવેજોમાં 2.77 એકર જમીન નોંધી લીધી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gegaSs
via IFTTT
Comments
Post a Comment