દિલ્હીમાં 50થી વધુ ટ્રક-ટેક્સી ડ્રાઈવરની હત્યા કરી ચૂકેલો સિરિયલ કિલર ઝડપાયો દિલ્હી પોલીસે 50થી વધુ ટ્રક/ટેક્સી ડ્રાઇવરોની હત્યા કરી ચૂકેલા સિરિયલ કિલરને ઝડપી લીધો છે. આરોપી બીએએમએસ ડૉક્ટર દેવેન્દ્ર શર્મા (62) રાજસ્થાનમાં હત્યાના કેસમાં જાન્યુ.માં પેરોલ પર જેલમાંથી છૂટ્યા બાદ ફરાર થઇ ગયો હતો. તે કિડની રેકેટનો સૂત્રધાર પણ છે અને અગાઉ પણ ઝડપાઇ ચૂક્યો છે. તેની સામે યુપી, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં કેસ થયેલા છે. પોલીસે તેને બાપરૌલા વિસ્તારમાંથી પકડ્યો. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાકેશ પવારિયાએ બુધવારે જણાવ્યું કે દેવેન્દ્ર શર્મા મૂળે યુપીના અલીગઢનો રહેવાસી છે. તે જયપુરમાં હત્યાના કેસમાં જેલમાં હતો. જાન્યુ.માં પેરોલ પર છૂટ્યા બાદ તેણે નિર્ધારિત સમયે કોર્ટમાં સરન્ડર ન કર્યું. તેણે 50 હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. વર્ષ 2002થી 2004 દરમિયાન તે હત્યાના ઘણા કેસોમાં પકડાયો હતો. તેણે વર્ષ 1994થી 2004 દરમિયાન ગેરકાયદે રીતે અંદાજે 125 કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યા છે. તેને કેસદીઠ 5 લાખથી 7 લાખ રૂ. જેટલી રકમ મળતી હતી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today પ્રતિકાત્મક તસવીર.
દિલ્હી પોલીસે 50થી વધુ ટ્રક/ટેક્સી ડ્રાઇવરોની હત્યા કરી ચૂકેલા સિરિયલ કિલરને ઝડપી લીધો છે. આરોપી બીએએમએસ ડૉક્ટર દેવેન્દ્ર શર્મા (62) રાજસ્થાનમાં હત્યાના કેસમાં જાન્યુ.માં પેરોલ પર જેલમાંથી છૂટ્યા બાદ ફરાર થઇ ગયો હતો. તે કિડની રેકેટનો સૂત્રધાર પણ છે અને અગાઉ પણ ઝડપાઇ ચૂક્યો છે. તેની સામે યુપી, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં કેસ થયેલા છે. પોલીસે તેને બાપરૌલા વિસ્તારમાંથી પકડ્યો.
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાકેશ પવારિયાએ બુધવારે જણાવ્યું કે દેવેન્દ્ર શર્મા મૂળે યુપીના અલીગઢનો રહેવાસી છે. તે જયપુરમાં હત્યાના કેસમાં જેલમાં હતો. જાન્યુ.માં પેરોલ પર છૂટ્યા બાદ તેણે નિર્ધારિત સમયે કોર્ટમાં સરન્ડર ન કર્યું. તેણે 50 હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. વર્ષ 2002થી 2004 દરમિયાન તે હત્યાના ઘણા કેસોમાં પકડાયો હતો. તેણે વર્ષ 1994થી 2004 દરમિયાન ગેરકાયદે રીતે અંદાજે 125 કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યા છે. તેને કેસદીઠ 5 લાખથી 7 લાખ રૂ. જેટલી રકમ મળતી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/310PRIT
via IFTTT
Comments
Post a Comment