શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપત રાયે કહ્યુ- રામમંદિર આંદોલનના વિરોધીઓ દેશભક્ત જ ગણાય અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપત રાયનું કહેવું છે કે રામમંદિર આંદોલનનો વિરોધ કરનારાઓ દેશવિરોધી નહીં પણ દેશભક્ત જ હતા. સૌનાં પોતપોતાનાં કારણ હોય છે, રામ સૌના છે. પ્રસ્તુત છે ચંપત રાય સાથે વિજય ઉપાધ્યાયની વાતચીતના મુખ્ય અંશ... સવાલ: રામમંદિરના ભૂમિપૂજનને કઇ રીતે જોઇ રહ્યા છો? ચંપત રાય: તેને ઇતિહાસના પરિવર્તનરૂપે જોઇ રહ્યો છું. વિશ્વના ઇતિહાસકારો ઇતિહાસના પુનર્લેખનની જરૂરિયાત અનુભવી રહ્યા છે. સવાલ: વિપક્ષનો આક્ષેપ છે કે હિન્દુવાદી બળો દેશના બિનસાંપ્રદાયિક માળખા સાથે છેડછાડ કરી રહ્યા છે. તમે કયા ઇતિહાસના પુનર્લેખનની વાત કરો છો? ચંપત રાય: ભારત ગુલામીનાં પ્રતીકોની મુક્તિની પરંપરાને આગળ વધારી રહ્યો છે. પંડિત નેહરુ વડાપ્રધાન હતા ત્યારે ઇન્ડિયા ગેટ પરથી બ્રિટિશ સ્ટેચ્યૂ હટ્યાં, માર્ગોના નામમાંથી અંગ્રેજો ગયા. કંપની ગાર્ડન, ગાંધી પાર્ક કે નેહરુ પાર્ક થઇ ગયા. ઇન્દિરા ગાંધી આવ્યાં તો ઇરવિન હોસ્પિટલ જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ થઇ. કલકત્તાનું કોલકાતા, મદ્રાસનું ચેન્નઇ અને બોમ્બેનું મુંબઇ થઇ ગયું. ઔરંગઝેબ રોડનું નામ બદલાયું. સવાલ: સ્થળોનાં નામ બદલવાને રામમંદિરના નિર્માણ સાથે શું સંબંધ છે? ચંપત રાય: નામ બદલવાના કામ સરકારના સ્તરે થયાં જ્યારે રામ જન્મભૂમિ મુક્તિનો માર્ગ સમાજની આકાંક્ષાઓમાંથી નીકળ્યો છે. સમયાંતરે શાસકોના વિરોધ બાદ નીકળ્યો છે. રામમંદિર આંદોલનનો વિરોધ કરનારા દેશવિરોધી નહીં પણ દેશભક્ત જ છે. સૌનાં પોતપોતાનાં કારણો હોય છે. સવાલ: તમે રામમંદિરના જૂના મોડલની વાત કરતા હતા તો પછી ટ્રસ્ટે નવું સ્વરૂપ કેવી રીતે નક્કી કર્યું? ચંપત રાય: અમે મોડલ તૈયાર કરાવેલું ત્યારે વાસ્તવમાં અમારી પાસે જમીન હતી જ નહીં. અમે હકથી જેટલી જમીન માગતા હતા તે હિસાબે મોડલ બનાવડાવ્યું. ત્યારે કોઇએ વિચાર્યું નહોતું કે ક્યારેક 70 એકર જમીન મળશે. સવાલ: મંદિરના ભૂમિપૂજન માટે વડાપ્રધાનને બોલાવવાનો શું ઉદ્દેશ છે? ચંપત રાય: આ રાષ્ટ્રમંદિર છે, કોઇ વ્યક્તિ કે પરંપરાનું નાનું એવું મંદિર નથી. રાષ્ટ્રમંદિરમાં રાષ્ટ્રના પ્રતિનિધિ આવવા જ જોઇએ. ઇન્ડોનેશિયામાં મુસ્લિમો રામને માને છે. રહીમ અને રસખાન આપણી જ સંસ્કૃતિના છે. ભૂતકાળમાં પણ કોઇએ રામને ‘ઇમામ-એ-હિન્દ’ કહ્યા હતા, મતલબ કે રામ સૌના છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપત રાય.

અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપત રાયનું કહેવું છે કે રામમંદિર આંદોલનનો વિરોધ કરનારાઓ દેશવિરોધી નહીં પણ દેશભક્ત જ હતા. સૌનાં પોતપોતાનાં કારણ હોય છે, રામ સૌના છે. પ્રસ્તુત છે ચંપત રાય સાથે વિજય ઉપાધ્યાયની વાતચીતના મુખ્ય અંશ...

સવાલ: રામમંદિરના ભૂમિપૂજનને કઇ રીતે જોઇ રહ્યા છો?
ચંપત રાય:
તેને ઇતિહાસના પરિવર્તનરૂપે જોઇ રહ્યો છું. વિશ્વના ઇતિહાસકારો ઇતિહાસના પુનર્લેખનની જરૂરિયાત અનુભવી રહ્યા છે.

સવાલ: વિપક્ષનો આક્ષેપ છે કે હિન્દુવાદી બળો દેશના બિનસાંપ્રદાયિક માળખા સાથે છેડછાડ કરી રહ્યા છે. તમે કયા ઇતિહાસના પુનર્લેખનની વાત કરો છો?
ચંપત રાય:
ભારત ગુલામીનાં પ્રતીકોની મુક્તિની પરંપરાને આગળ વધારી રહ્યો છે. પંડિત નેહરુ વડાપ્રધાન હતા ત્યારે ઇન્ડિયા ગેટ પરથી બ્રિટિશ સ્ટેચ્યૂ હટ્યાં, માર્ગોના નામમાંથી અંગ્રેજો ગયા. કંપની ગાર્ડન, ગાંધી પાર્ક કે નેહરુ પાર્ક થઇ ગયા. ઇન્દિરા ગાંધી આવ્યાં તો ઇરવિન હોસ્પિટલ જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ થઇ. કલકત્તાનું કોલકાતા, મદ્રાસનું ચેન્નઇ અને બોમ્બેનું મુંબઇ થઇ ગયું. ઔરંગઝેબ રોડનું નામ બદલાયું.

સવાલ: સ્થળોનાં નામ બદલવાને રામમંદિરના નિર્માણ સાથે શું સંબંધ છે?
ચંપત રાય:
નામ બદલવાના કામ સરકારના સ્તરે થયાં જ્યારે રામ જન્મભૂમિ મુક્તિનો માર્ગ સમાજની આકાંક્ષાઓમાંથી નીકળ્યો છે. સમયાંતરે શાસકોના વિરોધ બાદ નીકળ્યો છે. રામમંદિર આંદોલનનો વિરોધ કરનારા દેશવિરોધી નહીં પણ દેશભક્ત જ છે. સૌનાં પોતપોતાનાં કારણો હોય છે.

સવાલ: તમે રામમંદિરના જૂના મોડલની વાત કરતા હતા તો પછી ટ્રસ્ટે નવું સ્વરૂપ કેવી રીતે નક્કી કર્યું?
ચંપત રાય:
અમે મોડલ તૈયાર કરાવેલું ત્યારે વાસ્તવમાં અમારી પાસે જમીન હતી જ નહીં. અમે હકથી જેટલી જમીન માગતા હતા તે હિસાબે મોડલ બનાવડાવ્યું. ત્યારે કોઇએ વિચાર્યું નહોતું કે ક્યારેક 70 એકર જમીન મળશે.

સવાલ: મંદિરના ભૂમિપૂજન માટે વડાપ્રધાનને બોલાવવાનો શું ઉદ્દેશ છે?
ચંપત રાય:
આ રાષ્ટ્રમંદિર છે, કોઇ વ્યક્તિ કે પરંપરાનું નાનું એવું મંદિર નથી. રાષ્ટ્રમંદિરમાં રાષ્ટ્રના પ્રતિનિધિ આવવા જ જોઇએ. ઇન્ડોનેશિયામાં મુસ્લિમો રામને માને છે. રહીમ અને રસખાન આપણી જ સંસ્કૃતિના છે. ભૂતકાળમાં પણ કોઇએ રામને ‘ઇમામ-એ-હિન્દ’ કહ્યા હતા, મતલબ કે રામ સૌના છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપત રાય.


from Divya Bhaskar https://ift.tt/3hMzq9V
via IFTTT

Comments