CM ગેહલોતે આજે હોટલમાં ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવી; BSP ધારાસભ્યોના કેસ અંગે HCમાં સુનાવણી થશે રાજસ્થાનના રાજકીય ઉથપલપાથલ વચ્ચે CM અશોક ગેહલોતના વિધાનસભા સત્ર બોલાવવાનો વિવાદનો નિવેડો આવી ગયો છે. હવે તેમનું ફોકસ વાડાબંધીને મજબૂત કરીને બહુમતી સાબિત કરવા પર રહેશે. ગેહલોતે આજે ફેયરમોન્ટ હોટલમાં કોંગ્રેસ ધારાસભ્ય પક્ષની મીટિંગ બોલાવી છે. ગેહલોત જૂથના MLA એ હોટલમાં છે. બસપા ધારાસભ્યોના કેસમાં HCમાં બપોરે 2 વાગ્યે સુનાવણી બીજી બાજુ BSP તેના 6 ધારાસભ્યોના કોંગ્રેસમાં જોડાવા વિરુદ્ધ આજે વિધાનસભા સ્પીકર સીપી જોશીને અરજી કરીને માંગ કરશે કે તેમના ધારાસભ્યોનું સભ્યપદ ખતમ કરવામાં આવે. BSPએ બુધવારે હાઈકોર્ટમાં પણ પિટીશન ફાઈલ કરી હતી. આ કેસમાં ભાજપ ધારાસભ્ય મદન દિલાવર પણ ફરીથી હાઈકોર્ટ પહોંચ્યા છે. બન્નેની અરજીઓ પર બુધવારે લગભગ 1 કલાક સુનાવણી થઈ હતી. કોર્ટે BSPને પુછ્યું કે, તમારા ધારાસભ્ય 16 સપ્ટેમ્બર 2019ના રોજ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા, તો આટલા વખત પછી હવે શા માટે ચેલેન્જ કરી રહ્યા છે? કોર્ટે દિલાવરને સવાલ કર્યો કે જણાવો તમારી પિટીશનમાં શું મેરિટ છે? આ સવાલ એટલા માટે કર્યો હતો, કારણ કે સોમવારે દિલાવરની અરજી ફગાવાઈ હતી. તેમણે બપોરે નવેસરથી અરજી કરી છે. BSP ધારાસભ્યોના કેસમાં આજે બપોરે 2 વાગ્યાથી ફરી સુનાવણી કરાશે. વિધાનસભા સ્પીકર ફરી SC પહોંચ્યા સચિન પાયલટ સહિત 19 ધઆરાસભ્યોની અયોગ્યતાના કેસમાં સ્પીકર સીપી જોશીએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી કરી છે. તેમણે 24 જુલાઈએ રાજસ્થાન હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે. હાઈકોર્ટે ધારાસભ્યોની અયોગ્યતાના કેસમાં સ્ટે રાખવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Rajasthan Political Crisis: CLP Meeting Under CM Ashok Gehlot, Assembly Session From 14 August
રાજસ્થાનના રાજકીય ઉથપલપાથલ વચ્ચે CM અશોક ગેહલોતના વિધાનસભા સત્ર બોલાવવાનો વિવાદનો નિવેડો આવી ગયો છે. હવે તેમનું ફોકસ વાડાબંધીને મજબૂત કરીને બહુમતી સાબિત કરવા પર રહેશે. ગેહલોતે આજે ફેયરમોન્ટ હોટલમાં કોંગ્રેસ ધારાસભ્ય પક્ષની મીટિંગ બોલાવી છે. ગેહલોત જૂથના MLA એ હોટલમાં છે.
બસપા ધારાસભ્યોના કેસમાં HCમાં બપોરે 2 વાગ્યે સુનાવણી
- બીજી બાજુ BSP તેના 6 ધારાસભ્યોના કોંગ્રેસમાં જોડાવા વિરુદ્ધ આજે વિધાનસભા સ્પીકર સીપી જોશીને અરજી કરીને માંગ કરશે કે તેમના ધારાસભ્યોનું સભ્યપદ ખતમ કરવામાં આવે. BSPએ બુધવારે હાઈકોર્ટમાં પણ પિટીશન ફાઈલ કરી હતી. આ કેસમાં ભાજપ ધારાસભ્ય મદન દિલાવર પણ ફરીથી હાઈકોર્ટ પહોંચ્યા છે. બન્નેની અરજીઓ પર બુધવારે લગભગ 1 કલાક સુનાવણી થઈ હતી.
- કોર્ટે BSPને પુછ્યું કે, તમારા ધારાસભ્ય 16 સપ્ટેમ્બર 2019ના રોજ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા, તો આટલા વખત પછી હવે શા માટે ચેલેન્જ કરી રહ્યા છે? કોર્ટે દિલાવરને સવાલ કર્યો કે જણાવો તમારી પિટીશનમાં શું મેરિટ છે? આ સવાલ એટલા માટે કર્યો હતો, કારણ કે સોમવારે દિલાવરની અરજી ફગાવાઈ હતી. તેમણે બપોરે નવેસરથી અરજી કરી છે. BSP ધારાસભ્યોના કેસમાં આજે બપોરે 2 વાગ્યાથી ફરી સુનાવણી કરાશે.
વિધાનસભા સ્પીકર ફરી SC પહોંચ્યા
સચિન પાયલટ સહિત 19 ધઆરાસભ્યોની અયોગ્યતાના કેસમાં સ્પીકર સીપી જોશીએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી કરી છે. તેમણે 24 જુલાઈએ રાજસ્થાન હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે. હાઈકોર્ટે ધારાસભ્યોની અયોગ્યતાના કેસમાં સ્ટે રાખવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/39DqssA
via IFTTT
Comments
Post a Comment