CM ગેહલોતના મોટા ભાઈ અગ્રેસનને EDએ આજે પુછપરછ માટે દિલ્હી બોલાવ્યા, 11 વર્ષ જૂના ફર્ટિલાઈઝર કૌભાંડમાં પૂછપરછ કરાશે રાજસ્થાનમાં રાજકીય ઉથલ પાથલ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતના મોટા ભાઈ અગ્રેસન ગેહલોતની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ અગ્રેસનની પૂછપરછ માટે સમન મોકલ્યું છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગ્રેસને આજે જ દિલ્હીમાં EDના ઓફિસમાં રજુ થવાનું છે. ફર્ટિલાઈઝર કૌભાંડમાં EDએ 22 જુલાઈએ જોધપુરમાં અગ્રેસનના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. અન્ય બીજા લોકોના ઠેકાણા પર પણ રેડ પાડી હતી. ચારેય રાજ્યો- રાજસ્થાન, પશ્વિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. કસ્ટમ વિભાગની ચાર્જશીટના આધારે ED, ફર્ટિલાઈઝર કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. કૌભાંડમાં શું હતું, અગ્રેસન ગેહલોત પર કેવા આરોપ? EDના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અગ્રેસન ગેહલોતની કંપની અનુપમ કૃષિ, મ્યૂરિયેટ ઓફ પોટાશ(MOP)ફર્ટિલાઈઝરના એક્સપોર્ટ પર પ્રતિબંધ હોવા છતા તેના નિકાસમાં સામેલ હતી. MOPનો ઈન્ડિયન પોટાશ લિમિટેડ(IPL) ઈમ્પોર્ટ કરીને ખેડૂતોને સબસીડી પર વેચે છે. અગ્રસેન ગેહલોત IPLના ઓથરાઈઝ્ડ ડિલર હતા. 2007થી 2009 વચ્ચે તેની કંપનીએ સબસીડી રેટ પર MOP ખરીદ્યુ, પરંતુ તેને ખેડૂતો વેચવાની જગ્યાએ બીજી કંપનીઓને વેચી દીધું. એ કંપનીઓએ MOPના ઈન્ડસ્ટ્રિયલ સોલ્ટના નામે મલેશિયા અને સિંગાપુર પહોંચાડી દીધા હતા. ડાયરેક્ટ્રોકેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજેન્સએ 2012-13માં ફર્ટિલાઈઝર કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો હતો. કસ્ટમ વિભાગે અગ્રસેનની કંપની પર લગભગ 5.46 કરોડ રૂપિયાની દંડ પણ ફટકાર્યો હતો. ભાજપે 2017માં તેને મુદ્દો બનાવ્યો હતો. આ કેસ હવે ફરીથી ચર્ચામાં આવી ગયો છે. CMના OSD સાથે CBIએ પૂછપરછ કરી હતી રાજસ્થાનની રાજકીય ઉથલ પાથલ વચ્ચે ED સહિત 3 કેન્દ્રીય એજન્સીઓ મુખ્યમંત્રીના અંગત લોકો પર કાર્યવાહી કરી ચુકી છે. 13 જુલાઈએ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કોંગ્રેસ નેતા રાજીવ અરોડા અને ધર્મેન્દ્ર રાઠોડના ઠેકાણે દરોડા પાડ્યા હતા.20 અને 21 જુલાઈએ CBIએ કોંગ્રેસ ધારાસભ્ય કૃષ્ણા પૂનિયાની પણ પુછપરછ કરી હતી. 21 જુલાઈએ જ મુખ્યમંત્રીએ OSD દેવારામ સૈનીને પણ CBI સવાલ જવાબ કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે, SHO વિષ્ણુદત બિશ્નોઈ આત્મહત્યા કેસમાં પૂનિયા અને સૈનીની પૂછપરછ કરાઈ હતી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today ED Summons Rajasthan Chief Minister Ashok Gehlot's Brother Agrasen For Questioning In Fertilizer Scam

રાજસ્થાનમાં રાજકીય ઉથલ પાથલ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતના મોટા ભાઈ અગ્રેસન ગેહલોતની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ અગ્રેસનની પૂછપરછ માટે સમન મોકલ્યું છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગ્રેસને આજે જ દિલ્હીમાં EDના ઓફિસમાં રજુ થવાનું છે.
ફર્ટિલાઈઝર કૌભાંડમાં EDએ 22 જુલાઈએ જોધપુરમાં અગ્રેસનના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. અન્ય બીજા લોકોના ઠેકાણા પર પણ રેડ પાડી હતી. ચારેય રાજ્યો- રાજસ્થાન, પશ્વિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. કસ્ટમ વિભાગની ચાર્જશીટના આધારે ED, ફર્ટિલાઈઝર કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.

કૌભાંડમાં શું હતું, અગ્રેસન ગેહલોત પર કેવા આરોપ?

  • EDના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અગ્રેસન ગેહલોતની કંપની અનુપમ કૃષિ, મ્યૂરિયેટ ઓફ પોટાશ(MOP)ફર્ટિલાઈઝરના એક્સપોર્ટ પર પ્રતિબંધ હોવા છતા તેના નિકાસમાં સામેલ હતી. MOPનો ઈન્ડિયન પોટાશ લિમિટેડ(IPL) ઈમ્પોર્ટ કરીને ખેડૂતોને સબસીડી પર વેચે છે.
  • અગ્રસેન ગેહલોત IPLના ઓથરાઈઝ્ડ ડિલર હતા. 2007થી 2009 વચ્ચે તેની કંપનીએ સબસીડી રેટ પર MOP ખરીદ્યુ, પરંતુ તેને ખેડૂતો વેચવાની જગ્યાએ બીજી કંપનીઓને વેચી દીધું. એ કંપનીઓએ MOPના ઈન્ડસ્ટ્રિયલ સોલ્ટના નામે મલેશિયા અને સિંગાપુર પહોંચાડી દીધા હતા.
  • ડાયરેક્ટ્રોકેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજેન્સએ 2012-13માં ફર્ટિલાઈઝર કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો હતો. કસ્ટમ વિભાગે અગ્રસેનની કંપની પર લગભગ 5.46 કરોડ રૂપિયાની દંડ પણ ફટકાર્યો હતો. ભાજપે 2017માં તેને મુદ્દો બનાવ્યો હતો. આ કેસ હવે ફરીથી ચર્ચામાં આવી ગયો છે.

CMના OSD સાથે CBIએ પૂછપરછ કરી હતી
રાજસ્થાનની રાજકીય ઉથલ પાથલ વચ્ચે ED સહિત 3 કેન્દ્રીય એજન્સીઓ મુખ્યમંત્રીના અંગત લોકો પર કાર્યવાહી કરી ચુકી છે. 13 જુલાઈએ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કોંગ્રેસ નેતા રાજીવ અરોડા અને ધર્મેન્દ્ર રાઠોડના ઠેકાણે દરોડા પાડ્યા હતા.20 અને 21 જુલાઈએ CBIએ કોંગ્રેસ ધારાસભ્ય કૃષ્ણા પૂનિયાની પણ પુછપરછ કરી હતી. 21 જુલાઈએ જ મુખ્યમંત્રીએ OSD દેવારામ સૈનીને પણ CBI સવાલ જવાબ કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે, SHO વિષ્ણુદત બિશ્નોઈ આત્મહત્યા કેસમાં પૂનિયા અને સૈનીની પૂછપરછ કરાઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ED Summons Rajasthan Chief Minister Ashok Gehlot's Brother Agrasen For Questioning In Fertilizer Scam


from Divya Bhaskar https://ift.tt/3328Fu0
via IFTTT

Comments