ફેસબુક લાઈવમાં કન્નડ એક્ટ્રેસ જયશ્રી રામૈયાએ કહ્યું હતું, ‘મને ઈચ્છા મૃત્યુ આપો’, એક્ટર કિચ્ચા સુદીપે તરત એક્શન લઇ તેની જિંદગી બચાવી લીધી બિગ બોસ કન્નડ ફેમ જયશ્રી રામૈયાએ ફેસબુક પર એક વીડિયો શેર કરીને સનસનાટી ફેલાવી દીધી હતી. જયશ્રીએ એક વીડિયો શેર કરીને લખ્યું હતું કે, દુનિયા અને ચિંતાઓને અલવિદા. હું એક સારી છોકરી નથી. પ્લીઝ..પ્લીઝ..મને ઈચ્છા મૃત્યુ આપો. એક્ટર અને રિયાલિટી શોના હોસ્ટ કિચ્ચા સુદીપે જયશ્રીની મદદ કરી અને તેની જિંદગી બચાવી લીધી. જયશ્રી થોડા સમય પહેલાં ફેસબુક લાઈવ પર આવી હતી. તેણે કેપ્શનમાં લખ્યું હતું, હું જિદંગીથી હારી ગઈ છું. આ દુનિયા અને ચિંતાઓને અલવિદા. લાઈવ દરમિયાન તે બોલી રહી હતી કે, હું આ બધું પબ્લિસિટી માટે કરી રહી નથી. હું આર્થિક મદદની આશા પણ કરી રહી નથી. આર્થિક રીતે મજબૂત છું પણ ખૂબ જ ચિંતામાં છું. મારા જીવનમાં ઘણી બધી તકલીફોનો સામનો કરી રહી છું. નાનપણથી જ મારી સાથે વિશ્વાસઘાત થયો છે, હું તેમાંથી બહાર આવી શકતી નથી. હું લૂઝર છું. મને ઈચ્છા મૃત્યુ મળવું જોઈએ. મને તેની જ આશા છે. હું એક સારી છોકરી નથી..પ્લીઝ મને ઈચ્છા મૃત્યુ આપો. જયશ્રીએ આ વીડિયો ડિલીટ કરીને એક્ટર કિચ્ચા સુદીપનો આભાર માન્યો અને એક પોસ્ટમાં લખ્યું, તમારી દેખભાળ બદલ આભાર, સુદીપ સર. તમે અને તમારી ટીમે મારી મદદ કરી. મારા ચાહકો અને મિત્રોને ઘણો બધો પ્રેમ. તમને બધાને મુશ્કેલમાં મૂકવા બદલ મને ક્ષમા કરો. હું તમારા બધાની આભારી છું. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Kannada Actress Jayashree Ramaiah Begs To Die During Facebook Live Later Thanked Kiccha Sudeep For Saving Her
બિગ બોસ કન્નડ ફેમ જયશ્રી રામૈયાએ ફેસબુક પર એક વીડિયો શેર કરીને સનસનાટી ફેલાવી દીધી હતી. જયશ્રીએ એક વીડિયો શેર કરીને લખ્યું હતું કે, દુનિયા અને ચિંતાઓને અલવિદા. હું એક સારી છોકરી નથી. પ્લીઝ..પ્લીઝ..મને ઈચ્છા મૃત્યુ આપો. એક્ટર અને રિયાલિટી શોના હોસ્ટ કિચ્ચા સુદીપે જયશ્રીની મદદ કરી અને તેની જિંદગી બચાવી લીધી.
જયશ્રી થોડા સમય પહેલાં ફેસબુક લાઈવ પર આવી હતી. તેણે કેપ્શનમાં લખ્યું હતું, હું જિદંગીથી હારી ગઈ છું. આ દુનિયા અને ચિંતાઓને અલવિદા. લાઈવ દરમિયાન તે બોલી રહી હતી કે, હું આ બધું પબ્લિસિટી માટે કરી રહી નથી. હું આર્થિક મદદની આશા પણ કરી રહી નથી. આર્થિક રીતે મજબૂત છું પણ ખૂબ જ ચિંતામાં છું. મારા જીવનમાં ઘણી બધી તકલીફોનો સામનો કરી રહી છું. નાનપણથી જ મારી સાથે વિશ્વાસઘાત થયો છે, હું તેમાંથી બહાર આવી શકતી નથી. હું લૂઝર છું. મને ઈચ્છા મૃત્યુ મળવું જોઈએ. મને તેની જ આશા છે. હું એક સારી છોકરી નથી..પ્લીઝ મને ઈચ્છા મૃત્યુ આપો.
જયશ્રીએ આ વીડિયો ડિલીટ કરીને એક્ટર કિચ્ચા સુદીપનો આભાર માન્યો અને એક પોસ્ટમાં લખ્યું, તમારી દેખભાળ બદલ આભાર, સુદીપ સર. તમે અને તમારી ટીમે મારી મદદ કરી. મારા ચાહકો અને મિત્રોને ઘણો બધો પ્રેમ. તમને બધાને મુશ્કેલમાં મૂકવા બદલ મને ક્ષમા કરો. હું તમારા બધાની આભારી છું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3jIAy0c
via IFTTT
Comments
Post a Comment