રાફેલ સામે પાકિસ્તાનના F-16 અને ચીનના J-20 વામણાં, અંબાલામાં તહેનાત રાફેલ બેજિંગ સુધી પ્રહાર કરવા સક્ષમ આખરે લાંબા સમયથી ભારતીય વાયુસેના જેની રાહ જોઈ રહી છે એ ફ્રેન્ચ બનાવટના રાફેલ યુદ્ધવિમાનનો પહેલો જથ્થો ભારત પહોંચવાની તૈયારીમાં છે. યોગાનુયોગે 5 રાફેલ વિમાન ભારત આવવા ફ્રાન્સથી રવાના થયા એ જ વખતે ચીને પોતાના ચેંગ્ડુ J-20 તરીકે ઓળખાતા પોતાના યુદ્ધવિમાનને અપગ્રેડ કરવાની જાહેરાત કરી છે. રાફેલનો સીધો મુકાબલો પાકિસ્તાનના F-16 અને ચીનના J-20 સાથે થવાનો છે ત્યારે ત્રણેય વિમાનોની સરખામણી કરીએ તો રાફેલનું પલડું નમતું જણાય છે. પાકિસ્તાન કરતાં ચડિયાતા, ચીન સાથે બરોબરિયા રાફેલ યુદ્ધવિમાનનો કાફલો ભારતીય હવાઈ સેનામાં ઉમેરાયા પછી ભારતે ચીન અને પાકિસ્તાન બંનેની સરખામણીએ પોતાની શક્તિ ચડિયાતી કરી દીધી છે. ફ્રાન્સની દ સોં કંપની દ્વારા નિર્મિત 36 રાફેલ વિમાનો પાકિસ્તાનના અમેરિકી બનાવટના F-16 કરતાં લગભગ દરેક મોરચે વધુ કારગત, ચોક્સાઈભર્યા અને મારકણા સાબિત થાય તેમ છે. જ્યારે ચીને પોતાના જ દેશમાં બનાવેલાં ચેંગ્ડુ J-20 શ્રેણીના યુદ્ધવિમાનો કેટલીક બાબતોમાં રાફેલની બરોબરી કરી શકે તેમ છે. પોતાના ઉડ્ડયનસ્થાનથી જેટલે દૂર જઈને વિમાન હવાઈપ્રહાર કરી શકે તેને કોમ્બેટ રેડિયસ કહેવામાં આવે છે. રાફેલની કોમ્બેટ રેડિયસ 3700 કિમી છે. બીજા શબ્દોમાં કહીએ તો હાલ હરિયાણાના અંબાલા ખાતે તહેનાત થનાર રાફેલ અંબાલાથી 3700 કિમી દૂર જઈને પ્રહાર કરવા સક્ષમ છે. અંબાલા અને ચીનના પાટનગર બેજિંગ વચ્ચેનું અંતર 3720 કિમી જેટલું છે. એટલે કહી શકાય કે અંબાલા કે પૂર્વ સરહદ પર તહેનાત થયેલ રફાલની પહોંચ છેક ચીનના પાટનગર સુધીની છે. તેની સરખામણીએ પાકિસ્તાનના યુદ્ધવિમાન F-16ની કોમ્બેટ રેડિયસ 4200 કિમી છે જ્યારે ચીનનું ચેંગ્ડુ J-20 3400 કિમીની કોમ્બેટ રેડિયસ ધરાવે છે. રાફેલમાં ત્રણ પ્રકારના મિસાઈલ સામેલ હશે. હવાથી હવામાં પ્રહાર કરી શકે તેવી મીટિયોર મિસાઈલ 150 કિમી દૂરના શત્રુવિમાનને નિશાન બનાવી શકે છે. જ્યારે હવામાંથી જમીન પર પ્રહાર કરી શકતી સ્કાલ્પ મિસાઈલ 300 કિમી દૂર શત્રુ સૈન્યના ભૂમિમથક પર પ્રહાર કરી શકે છે. ત્રીજી હેમર મિસાઈલ અંગે હાલમાં જ ભારતે સોદો કર્યો છે. આ મિસાઈલ ઓછા અંતરના નિશાન પર હવાથી જમીન પર પ્રહાર કરી શકવા સક્ષમ છે. રાફેલની સરખામણીએ F-16ના ભાથામાં ફક્ત એમરોમ મિસાઈલ સામેલ છે, જે 100 કિમી દૂર હવાથી હવામાં પ્રહાર કરવા સક્ષમ છે. જોકે J-20માં 300 કિમી દૂર પ્રહાર કરી શકતી PL-15 અને 400 કિમી દૂર પ્રહાર કરી શકતી એર ટૂ સરફેસ પ્રકારની PL-21 મિસાઈલ સામેલ છે. રાફેલને હેમર મિસાઈલથી સજ્જ કરવાની ભારતની યોજના પછી ચીને પણ ઓછા અંતરના એર ટૂ સરફેસ મિસાઈલથી પોતાના યુદ્ધવિમાનને સજ્જ કરવાની જાહેરાત કરી છે. રાફેલ 1 મિનિટમાં 18 હજાર મીટરની ઊંચાઈ પ્રાપ્ત કરવા સક્ષમ છે. F-16ની ક્ષમતા 1 મિનિટમાં 15,240 કિમીની છે જ્યારે J-20 એક મિનિટમાં 18,240 કિમીની ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. સ્પિડના મામલે રાફેલ પોતાના બંને હરીફો કરતાં ચડિયાતું છે. તેની સ્પિડ 2450 કિમી પ્રતિ કલાકની છે. F-16ની સ્પિડ 2414 કિમી છે, જ્યારે J-20ની સ્પિડ 2100 કિમી પ્રતિ કલાક છે. એ હિસાબે રાફેલની સ્પિડ અવાજની ગતિ કરતાં બમણી વધારે ગણાય. રાફેલ ઓમ્ની પ્રકારનું યુદ્ધવિમાન છે. અર્થાત્, એ પહાડના અત્યંત પાતળા કે સાંકડા રન-વે કે વિમાનવાહક જહાજના તુતક પર પણ લેન્ડ થઈ શકે છે, આ ક્ષમતા ચીન કે પાકિસ્તાની યુદ્ધવિમાનોમાં નથી. રાફેલ વિમાનમાં એક વાર ફ્યુઅલ ભર્યા પછી તે 10 કલાક સુધી હવામાં રહી શકે છે. F-16 આઠ કલાક અને J-20 પણ 10 કલાકની સિંગલ ફ્યુઅલિંગ ઉડ્ડયન ક્ષમતા ધરાવે છે. રાફેલની રડાર સિસ્ટમ 100 કિમીની ત્રિજ્યામાં 40થી વધુ લક્ષ્યાંકોને ઓળખીને તેના પર પ્રહાર કરી શકે છે. F-16ની રડાર ક્ષમતા 65 કિમી જ્યારે J-20ની રડાર સિસ્ટમ 80 કિમીની મર્યાદામાં 25 લક્ષ્યાંકો પૂરતી મર્યાદિત છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today India got Rafale jet better then to pakistan F-16 Chin J-20. Exclusive story in Divyabhaskar.com
આખરે લાંબા સમયથી ભારતીય વાયુસેના જેની રાહ જોઈ રહી છે એ ફ્રેન્ચ બનાવટના રાફેલ યુદ્ધવિમાનનો પહેલો જથ્થો ભારત પહોંચવાની તૈયારીમાં છે. યોગાનુયોગે 5 રાફેલ વિમાન ભારત આવવા ફ્રાન્સથી રવાના થયા એ જ વખતે ચીને પોતાના ચેંગ્ડુ J-20 તરીકે ઓળખાતા પોતાના યુદ્ધવિમાનને અપગ્રેડ કરવાની જાહેરાત કરી છે. રાફેલનો સીધો મુકાબલો પાકિસ્તાનના F-16 અને ચીનના J-20 સાથે થવાનો છે ત્યારે ત્રણેય વિમાનોની સરખામણી કરીએ તો રાફેલનું પલડું નમતું જણાય છે.
પાકિસ્તાન કરતાં ચડિયાતા, ચીન સાથે બરોબરિયા
- રાફેલ યુદ્ધવિમાનનો કાફલો ભારતીય હવાઈ સેનામાં ઉમેરાયા પછી ભારતે ચીન અને પાકિસ્તાન બંનેની સરખામણીએ પોતાની શક્તિ ચડિયાતી કરી દીધી છે. ફ્રાન્સની દ સોં કંપની દ્વારા નિર્મિત 36 રાફેલ વિમાનો પાકિસ્તાનના અમેરિકી બનાવટના F-16 કરતાં લગભગ દરેક મોરચે વધુ કારગત, ચોક્સાઈભર્યા અને મારકણા સાબિત થાય તેમ છે. જ્યારે ચીને પોતાના જ દેશમાં બનાવેલાં ચેંગ્ડુ J-20 શ્રેણીના યુદ્ધવિમાનો કેટલીક બાબતોમાં રાફેલની બરોબરી કરી શકે તેમ છે.
- પોતાના ઉડ્ડયનસ્થાનથી જેટલે દૂર જઈને વિમાન હવાઈપ્રહાર કરી શકે તેને કોમ્બેટ રેડિયસ કહેવામાં આવે છે. રાફેલની કોમ્બેટ રેડિયસ 3700 કિમી છે. બીજા શબ્દોમાં કહીએ તો હાલ હરિયાણાના અંબાલા ખાતે તહેનાત થનાર રાફેલ અંબાલાથી 3700 કિમી દૂર જઈને પ્રહાર કરવા સક્ષમ છે. અંબાલા અને ચીનના પાટનગર બેજિંગ વચ્ચેનું અંતર 3720 કિમી જેટલું છે. એટલે કહી શકાય કે અંબાલા કે પૂર્વ સરહદ પર તહેનાત થયેલ રફાલની પહોંચ છેક ચીનના પાટનગર સુધીની છે. તેની સરખામણીએ પાકિસ્તાનના યુદ્ધવિમાન F-16ની કોમ્બેટ રેડિયસ 4200 કિમી છે જ્યારે ચીનનું ચેંગ્ડુ J-20 3400 કિમીની કોમ્બેટ રેડિયસ ધરાવે છે.
- રાફેલમાં ત્રણ પ્રકારના મિસાઈલ સામેલ હશે. હવાથી હવામાં પ્રહાર કરી શકે તેવી મીટિયોર મિસાઈલ 150 કિમી દૂરના શત્રુવિમાનને નિશાન બનાવી શકે છે. જ્યારે હવામાંથી જમીન પર પ્રહાર કરી શકતી સ્કાલ્પ મિસાઈલ 300 કિમી દૂર શત્રુ સૈન્યના ભૂમિમથક પર પ્રહાર કરી શકે છે. ત્રીજી હેમર મિસાઈલ અંગે હાલમાં જ ભારતે સોદો કર્યો છે. આ મિસાઈલ ઓછા અંતરના નિશાન પર હવાથી જમીન પર પ્રહાર કરી શકવા સક્ષમ છે. રાફેલની સરખામણીએ F-16ના ભાથામાં ફક્ત એમરોમ મિસાઈલ સામેલ છે, જે 100 કિમી દૂર હવાથી હવામાં પ્રહાર કરવા સક્ષમ છે. જોકે J-20માં 300 કિમી દૂર પ્રહાર કરી શકતી PL-15 અને 400 કિમી દૂર પ્રહાર કરી શકતી એર ટૂ સરફેસ પ્રકારની PL-21 મિસાઈલ સામેલ છે. રાફેલને હેમર મિસાઈલથી સજ્જ કરવાની ભારતની યોજના પછી ચીને પણ ઓછા અંતરના એર ટૂ સરફેસ મિસાઈલથી પોતાના યુદ્ધવિમાનને સજ્જ કરવાની જાહેરાત કરી છે.
- રાફેલ 1 મિનિટમાં 18 હજાર મીટરની ઊંચાઈ પ્રાપ્ત કરવા સક્ષમ છે. F-16ની ક્ષમતા 1 મિનિટમાં 15,240 કિમીની છે જ્યારે J-20 એક મિનિટમાં 18,240 કિમીની ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે.
- સ્પિડના મામલે રાફેલ પોતાના બંને હરીફો કરતાં ચડિયાતું છે. તેની સ્પિડ 2450 કિમી પ્રતિ કલાકની છે. F-16ની સ્પિડ 2414 કિમી છે, જ્યારે J-20ની સ્પિડ 2100 કિમી પ્રતિ કલાક છે. એ હિસાબે રાફેલની સ્પિડ અવાજની ગતિ કરતાં બમણી વધારે ગણાય.
- રાફેલ ઓમ્ની પ્રકારનું યુદ્ધવિમાન છે. અર્થાત્, એ પહાડના અત્યંત પાતળા કે સાંકડા રન-વે કે વિમાનવાહક જહાજના તુતક પર પણ લેન્ડ થઈ શકે છે, આ ક્ષમતા ચીન કે પાકિસ્તાની યુદ્ધવિમાનોમાં નથી.
- રાફેલ વિમાનમાં એક વાર ફ્યુઅલ ભર્યા પછી તે 10 કલાક સુધી હવામાં રહી શકે છે. F-16 આઠ કલાક અને J-20 પણ 10 કલાકની સિંગલ ફ્યુઅલિંગ ઉડ્ડયન ક્ષમતા ધરાવે છે.
- રાફેલની રડાર સિસ્ટમ 100 કિમીની ત્રિજ્યામાં 40થી વધુ લક્ષ્યાંકોને ઓળખીને તેના પર પ્રહાર કરી શકે છે. F-16ની રડાર ક્ષમતા 65 કિમી જ્યારે J-20ની રડાર સિસ્ટમ 80 કિમીની મર્યાદામાં 25 લક્ષ્યાંકો પૂરતી મર્યાદિત છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30Qc6RK
via IFTTT
Comments
Post a Comment