સંજય દત્તના બર્થડે પર ફિલ્મ KGF -2નો વિલન અધીરા તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ, કહ્યું - અધીરા એવેન્જર્સના થાનોસ જેટલો પાવરફુલ સંજય દત્તના 61મા બર્થડે પર તેની અપકમિંગ ફિલ્મ KGF -2નો વિલન અધીરા તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. અગાઉ સંજયના 60મા જન્મદિવસ પર મેકર્સે તેનો અધીરા તરીકેનો લુક રિલીઝ કર્યો હતો પરંતુ તેમાં તેનો આખો ફેસ દેખાતો ન હતો. કન્નડ સુપરસ્ટાર યશ સ્ટારર આ ફિલ્મ KGFનું બીજુ ચેપ્ટર KGF -2 છે. આ ફિલ્મથી સંજય દત્ત કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યો છે. It's been a pleasure working on this film and I couldn't have asked for a better birthday gift. Thank you @prashanth_neel, @Karthik1423, @TheNameIsYash, @VKiragandur, #Deepak, #Lithika, #Pradeep & the entire team of KGF. pic.twitter.com/5BPX8injYM — Sanjay Dutt (@duttsanjay) July 29, 2020 પાવરફુલ કેરેક્ટર ફિલ્મના કેરેક્ટર વિશે સંજય દત્તે અગાઉ કહ્યું હતું કે, KGF-2 માં અધીરાનું કેરેક્ટર ઘણું પાવરફુલ છે. જો તમે એવેન્જર્સ જોઈ હોય તો તમને ખબર હશે કે થાનોસ કેટલો પાવરફુલ હતો. અધીરા પણ થાનોસ જેટલો જ પાવરફુલ છે. ફિલ્મના પહેલા ચેપ્ટરમાં અધીરા ખાલી છેલ્લે જ આવ્યો હતો પરંતુ બીજા ચેપ્ટરમાં તેની સ્ટ્રોંગ હાજરી અને ગેટઅપ છે. Thank you 🙏 Truly happy and excited to be a part of #KGF as #Adheera@TheNameIsYash #KGFChapter2 https://t.co/65WazgXaS7 — Sanjay Dutt (@duttsanjay) July 29, 2019 રોકી અને ગરુડાના કાકા અધીરા વચ્ચે મેજર ફાઇટ સીન્સ ફિલ્મના લીડ હીરો યશ જે રોકીના રોલમાં છે તેણે અગાઉ જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં અમારા બંનેના ખાસ દિલધડક એક્શન સીન્સ હશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તેણે કહ્યું હતું કે, સ્ક્રિપ્ટ મુજબ તે મારી વિરુદ્ધ છે અને અમારા વચ્ચે મેજર ફાઇટ સિક્વન્સ હશે. અમે આ એક્શન સિક્વન્સને એકદમ ખાસ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. 1980ના ભારતમાં સેટ સ્ટોરી ફિલ્મના પહેલા ભાગમાં કર્ણાટકની કોલાર ગોલ્ડ માઇન્સ પર આધિપત્ય જમાવવા માટે રોકી અને રામચંદ્ર રાજુના રોલ ગરુડા વચ્ચે લડાઈ થાય છે જેમાં અંતે રોકી ગરુડાને મારી નાખે છે. હવે ફિલ્મના બીજા ભાગમાં રોકી અને ગરુડાના કાકા અધીરા વચ્ચે ફાઇટ હશે. આ ફિલ્મ કન્નડ, તમિળ, તેલુગુ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થશે. રવીના ટંડનનું પણ આ ફિલ્મથી ડેબ્યુ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે સેન્ડલવૂડથી ઓળખાય છે, તેમાં રવીના KGF 2 ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાં તે વડાંપ્રધાનનાં નેગેટિવ રોલમાં દેખાવાની છે. અત્યાર સુધી ભારતનાં એક જ મહિલા વડાંપ્રધાન રહ્યાં છે અને તે હતાં ઇન્દિરા ગાંધી. પરંતુ રવીનાએ ચોખવટ કરી હતી કે, ફિલ્મ KGF-2માં તે વડાપ્રધાનનો રોલ નિભાવી રહી છે પણ તેનો ઇન્દિરા ગાંધી સાથે કોઈ સંબંધ નથી. ફિલ્મમાં તે રમેકા સેનના નેગેટિવ પાત્રમાં જોવા મળશે. View this post on Instagram Ramika Sen may not be welcome to Rocky's territory.. but Raveena Ma'am is definitely more than welcome to Yash's hometown!! 😃 It's a pleasure having you onboard ma'am !! Let's have a blast 👍 A post shared by Yash (@thenameisyash) on Feb 11, 2020 at 11:00am PST KGF (કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ) ફ્રેન્ચાઇઝી કન્નડ સ્ટાર યશ ફિલ્મમાં રોકીના રોલમાં છે જ્યારે ફિમેલ લીડ રોલમાં શ્રીનિધિ શેટ્ટી છે. ‘KGF-1’ પહેલી કન્નડ ફિલ્મ છે જેણે હોમ સ્ટેટ કર્ણાટકમાં 100 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો હતો. View this post on Instagram ನಮ್ಮ‌ ಕನಸಿನ ಕೂಸು "ಕೆ.ಜಿ.ಎಫ್ - Chapter 1" ನ್ನು ನಿರೀಕ್ಷೆಗೂ ಮೀರಿ ಎತ್ತರಕ್ಕೆ ಬೆಳೆಸಿದ ಚಿತ್ರಪ್ರೇಮಿಗಳಿಗೆ ಸದಾ ಚಿರ ಋಣಿ. ಅದೇ ಗೆಲುವಿನ ಸಂತಸದಲ್ಲಿ "Chapter -2" ಪ್ರಾರಂಭವಾಗುತ್ತಿದೆ. ನಿಮ್ಮ ಹಾರೈಕೆ, ಆಶೀರ್ವಾದವಿರಲಿ. And it begins.. After KGF 1 being loved by u all, CHAPTER 2 is all set to create double the Dhamaka!! Need your love and blessings as always 😊 A post shared by Yash (@thenameisyash) on Mar 12, 2019 at 9:55pm PDT Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Sanjay Dutt’s look as the ‘brutal’ Adheera unveiled from film KGF 2

સંજય દત્તના 61મા બર્થડે પર તેની અપકમિંગ ફિલ્મ KGF -2નો વિલન અધીરા તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. અગાઉ સંજયના 60મા જન્મદિવસ પર મેકર્સે તેનો અધીરા તરીકેનો લુક રિલીઝ કર્યો હતો પરંતુ તેમાં તેનો આખો ફેસ દેખાતો ન હતો. કન્નડ સુપરસ્ટાર યશ સ્ટારર આ ફિલ્મ KGFનું બીજુ ચેપ્ટર KGF -2 છે. આ ફિલ્મથી સંજય દત્ત કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યો છે.

પાવરફુલ કેરેક્ટર
ફિલ્મના કેરેક્ટર વિશે સંજય દત્તે અગાઉ કહ્યું હતું કે, KGF-2 માં અધીરાનું કેરેક્ટર ઘણું પાવરફુલ છે. જો તમે એવેન્જર્સ જોઈ હોય તો તમને ખબર હશે કે થાનોસ કેટલો પાવરફુલ હતો. અધીરા પણ થાનોસ જેટલો જ પાવરફુલ છે. ફિલ્મના પહેલા ચેપ્ટરમાં અધીરા ખાલી છેલ્લે જ આવ્યો હતો પરંતુ બીજા ચેપ્ટરમાં તેની સ્ટ્રોંગ હાજરી અને ગેટઅપ છે.

રોકી અને ગરુડાના કાકા અધીરા વચ્ચે મેજર ફાઇટ સીન્સ
ફિલ્મના લીડ હીરો યશ જે રોકીના રોલમાં છે તેણે અગાઉ જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં અમારા બંનેના ખાસ દિલધડક એક્શન સીન્સ હશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તેણે કહ્યું હતું કે, સ્ક્રિપ્ટ મુજબ તે મારી વિરુદ્ધ છે અને અમારા વચ્ચે મેજર ફાઇટ સિક્વન્સ હશે. અમે આ એક્શન સિક્વન્સને એકદમ ખાસ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.

1980ના ભારતમાં સેટ સ્ટોરી
ફિલ્મના પહેલા ભાગમાં કર્ણાટકની કોલાર ગોલ્ડ માઇન્સ પર આધિપત્ય જમાવવા માટે રોકી અને રામચંદ્ર રાજુના રોલ ગરુડા વચ્ચે લડાઈ થાય છે જેમાં અંતે રોકી ગરુડાને મારી નાખે છે. હવે ફિલ્મના બીજા ભાગમાં રોકી અને ગરુડાના કાકા અધીરા વચ્ચે ફાઇટ હશે. આ ફિલ્મ કન્નડ, તમિળ, તેલુગુ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થશે.

રવીના ટંડનનું પણ આ ફિલ્મથી ડેબ્યુ
કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે સેન્ડલવૂડથી ઓળખાય છે, તેમાં રવીના KGF 2 ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાં તે વડાંપ્રધાનનાં નેગેટિવ રોલમાં દેખાવાની છે. અત્યાર સુધી ભારતનાં એક જ મહિલા વડાંપ્રધાન રહ્યાં છે અને તે હતાં ઇન્દિરા ગાંધી. પરંતુ રવીનાએ ચોખવટ કરી હતી કે, ફિલ્મ KGF-2માં તે વડાપ્રધાનનો રોલ નિભાવી રહી છે પણ તેનો ઇન્દિરા ગાંધી સાથે કોઈ સંબંધ નથી. ફિલ્મમાં તે રમેકા સેનના નેગેટિવ પાત્રમાં જોવા મળશે.

KGF (કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ) ફ્રેન્ચાઇઝી
કન્નડ સ્ટાર યશ ફિલ્મમાં રોકીના રોલમાં છે જ્યારે ફિમેલ લીડ રોલમાં શ્રીનિધિ શેટ્ટી છે. ‘KGF-1’ પહેલી કન્નડ ફિલ્મ છે જેણે હોમ સ્ટેટ કર્ણાટકમાં 100 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sanjay Dutt’s look as the ‘brutal’ Adheera unveiled from film KGF 2


from Divya Bhaskar https://ift.tt/2P4JQW6
via IFTTT

Comments