મેદસ્વિતાનું ઊંચું પ્રમાણ ધરાવતા દેશોમાં કોરોના મૃત્યુઆંક ઊંચો, ભારતમાં સ્થૂળતાનું પ્રમાણ ઓછું પરંતુ મૃત્યુઆંક ઊંચો કોરોના મહામારીમાં વધતાં મૃત્યુઆંક માટેના વિવિધ કારણોમાં હવે મેદસ્વિતાનો પણ ઉમેરો થયો છે. હાલમાં જ બ્રિટનની સંશોધન સંસ્થાઓએ આપેલા અહેવાલને સ્વીકારીને બ્રિટિશ સરકારે મેદસ્વિતા અંગે જાગૃતિ અને સતર્કતા અભિયાનની જાહેરાત કરી દીધી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ કોરોના સંક્રમણના પ્રસાર અને જોખમ અંગે વિવિધ રોગોને સમાંતરે સ્થૂળતાને પણ કારણભૂત ગણાવી છે. બ્રિટન, અમેરિકા, સ્પેન સહિત જે જે દેશોમાં કોરોના સંક્રમના કારણે મૃત્યુઆંક ઊંચો છે એ દરેક દેશોમાં સ્થૂળતાનો વૈશ્વિક આંક (Global Obesity Index) પણ ઘણો ઊંચો છે. સ્થૂળતાની વ્યાખ્યા શું? વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડો મુજબ, વ્યક્તિના વજનને તેની ઊંચાઈના વર્ગ વડે ભાગાકાર કરવાથી જે આંકડો મળે તેને બોડી માસ ઈન્ડેક્સ (BMI) કહેવાય છે. જેમનો BMI આંક 25થી વધુ હોય તે ઓવરવેઈટ અને જેમનો આંક 30 કે તેથી વધુ હોય તે મેદસ્વી ગણાય છે. મેદસ્વી વ્યક્તિને ડાયાબિટિસ, હાર્ટ, કેન્સર સહિતની બિમારીઓનું જોખમ 50 ટકાથી વધુ હોવાનું માનવામાં આવે છે. આર્થિક સંપન્ન દેશોમાં મેદસ્વિતાનું પ્રમાણ ઘણું ઊંચું છે. જોકે WHOના અભ્યાસ મુજબ, છેલ્લાં 20 વર્ષમાં મધ્યમ અને ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોમાં પણ મેદસ્વિતાનું પ્રમાણ ઝડપભેર વધી રહ્યું છે. શહેરીકરણને મેદસ્વિતા સાથે સીધો સંબંધ સ્થાપિત થયેલો છે. મેદસ્વિતા અને કોરોના સંક્રમણ કોરોના સંક્રમણના કારણે મૃત્યુઆંકના મામલે સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને રહેલું અમેરિકા મેદસ્વિતાના મામલે પણ મોખરે છે. અમેરિકાનો ગ્લોબલ ઓબેસિટી ઈન્ડેક્સ 12 અને સ્થૂળતાનું પ્રમાણ 36 ટકા છે. અર્થાત્, પુખ્તવયની પ્રત્યેક 100 વ્યક્તિ દીઠ 36 વ્યક્તિ સ્થૂળકાય છે. અમેરિકામાં કોરોના મૃત્યુઆંક 1.5 લાખ જેટલો થવા આવ્યો છે. મૃત્યુઆંકમાં બીજા નંબરે રહેલ બ્રાઝિલમાં 87 હજાર લોકોના મૃત્યુ થયા છે અને બ્રાઝિલમાં સ્થુળતાનું પ્રમાણ 22 ટકા છે. હાલ જેણે સ્થુળતા અને કોરોના વચ્ચેનો સંબંધ સ્વીકારીને મેદસ્વિતા ઘટાડવા સંબંધિત પગલાંઓ લેવા માંડ્યા છે એ બ્રિટનમાં મૃત્યુઆંક 45752 છે જ્યારે સ્થૂળતાનું પ્રમાણ 27 ટકા જેટલું છે. ભારતમાં સ્થૂળતાનું પ્રમાણ પુખ્ત વયની પ્રત્યેક 100 વ્યક્તિ દીઠ 3નું છે. પરંતુ તેમ છતાં ભારતમાં કોરોના સંક્રમણથી થયેલ મૃત્યુની સંખ્યા 33 હજાર સુધી પહોંચવા આવી છે. અર્થાત્, ભારતમાં તંદુરસ્તીનું સરેરાશ ધોરણ અન્ય દેશોની તુલનાએ સારું હોવા છતાં આરોગ્ય સેવાઓ તેમજ જાગૃતિના અભાવને લીધે મૃત્યુઆંક વધ્યો છે. દેશ સંક્રમણથી મૃત્યુ સ્થૂળતાનું પ્રમાણ (પ્રત્યેક 100 પુખ્ત વ્યક્તિ દીઠ) USA 1.5 લાખ 36 બ્રાઝિલ 87544 22 UK 45752 27 મેક્સિકો 43680 29 ઈટાલી 35017 20 ભારત 32856 4 સ્પેન 28432 24 સ્થૂળતા સામે બ્રિટને જાહેર કરેલ માર્ગદર્શિકા શું છે? સ્થૂળતા રોકવા માટે બ્રિટને ખાદ્યપદાર્થોમાં બાય વન ગેટ વન ફ્રી પ્રકારની તમામ પ્રોત્સાહક યોજનાઓ પર પ્રતિબંધ લાદી દીધો છે. સ્વિટ્સ, ચોકલેટ્સના વેચાણ પર કરવેરા વધારવાની આગામી યોજના લાગુ થશે. શોપિંગ મોલ કે કોમ્પ્લેક્સમાં વિઝિટ ગુડવિલ તરીકે ચોકલેટ આપવા સામે પ્રતિબંધ મૂક્યો છે. લીલાં શાકભાજી, ફળો અને ફેટ વગરના આહારના વેચાણ પર વધુ ડિસ્કાઉન્ટ આપવા માટે પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવાની વિચારણા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Corona mortality is high in countries with high rates of obesity, obesity is low in India but mortality is high

કોરોના મહામારીમાં વધતાં મૃત્યુઆંક માટેના વિવિધ કારણોમાં હવે મેદસ્વિતાનો પણ ઉમેરો થયો છે. હાલમાં જ બ્રિટનની સંશોધન સંસ્થાઓએ આપેલા અહેવાલને સ્વીકારીને બ્રિટિશ સરકારે મેદસ્વિતા અંગે જાગૃતિ અને સતર્કતા અભિયાનની જાહેરાત કરી દીધી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ કોરોના સંક્રમણના પ્રસાર અને જોખમ અંગે વિવિધ રોગોને સમાંતરે સ્થૂળતાને પણ કારણભૂત ગણાવી છે. બ્રિટન, અમેરિકા, સ્પેન સહિત જે જે દેશોમાં કોરોના સંક્રમના કારણે મૃત્યુઆંક ઊંચો છે એ દરેક દેશોમાં સ્થૂળતાનો વૈશ્વિક આંક (Global Obesity Index) પણ ઘણો ઊંચો છે.

સ્થૂળતાની વ્યાખ્યા શું?

  • વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડો મુજબ, વ્યક્તિના વજનને તેની ઊંચાઈના વર્ગ વડે ભાગાકાર કરવાથી જે આંકડો મળે તેને બોડી માસ ઈન્ડેક્સ (BMI) કહેવાય છે.
  • જેમનો BMI આંક 25થી વધુ હોય તે ઓવરવેઈટ અને જેમનો આંક 30 કે તેથી વધુ હોય તે મેદસ્વી ગણાય છે.
  • મેદસ્વી વ્યક્તિને ડાયાબિટિસ, હાર્ટ, કેન્સર સહિતની બિમારીઓનું જોખમ 50 ટકાથી વધુ હોવાનું માનવામાં આવે છે.
  • આર્થિક સંપન્ન દેશોમાં મેદસ્વિતાનું પ્રમાણ ઘણું ઊંચું છે. જોકે WHOના અભ્યાસ મુજબ, છેલ્લાં 20 વર્ષમાં મધ્યમ અને ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોમાં પણ મેદસ્વિતાનું પ્રમાણ ઝડપભેર વધી રહ્યું છે.
  • શહેરીકરણને મેદસ્વિતા સાથે સીધો સંબંધ સ્થાપિત થયેલો છે.

મેદસ્વિતા અને કોરોના સંક્રમણ
કોરોના સંક્રમણના કારણે મૃત્યુઆંકના મામલે સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને રહેલું અમેરિકા મેદસ્વિતાના મામલે પણ મોખરે છે. અમેરિકાનો ગ્લોબલ ઓબેસિટી ઈન્ડેક્સ 12 અને સ્થૂળતાનું પ્રમાણ 36 ટકા છે. અર્થાત્, પુખ્તવયની પ્રત્યેક 100 વ્યક્તિ દીઠ 36 વ્યક્તિ સ્થૂળકાય છે. અમેરિકામાં કોરોના મૃત્યુઆંક 1.5 લાખ જેટલો થવા આવ્યો છે. મૃત્યુઆંકમાં બીજા નંબરે રહેલ બ્રાઝિલમાં 87 હજાર લોકોના મૃત્યુ થયા છે અને બ્રાઝિલમાં સ્થુળતાનું પ્રમાણ 22 ટકા છે. હાલ જેણે સ્થુળતા અને કોરોના વચ્ચેનો સંબંધ સ્વીકારીને મેદસ્વિતા ઘટાડવા સંબંધિત પગલાંઓ લેવા માંડ્યા છે એ બ્રિટનમાં મૃત્યુઆંક 45752 છે જ્યારે સ્થૂળતાનું પ્રમાણ 27 ટકા જેટલું છે. ભારતમાં સ્થૂળતાનું પ્રમાણ પુખ્ત વયની પ્રત્યેક 100 વ્યક્તિ દીઠ 3નું છે. પરંતુ તેમ છતાં ભારતમાં કોરોના સંક્રમણથી થયેલ મૃત્યુની સંખ્યા 33 હજાર સુધી પહોંચવા આવી છે. અર્થાત્, ભારતમાં તંદુરસ્તીનું સરેરાશ ધોરણ અન્ય દેશોની તુલનાએ સારું હોવા છતાં આરોગ્ય સેવાઓ તેમજ જાગૃતિના અભાવને લીધે મૃત્યુઆંક વધ્યો છે.

દેશ સંક્રમણથી મૃત્યુ સ્થૂળતાનું પ્રમાણ (પ્રત્યેક 100 પુખ્ત વ્યક્તિ દીઠ)
USA 1.5 લાખ 36
બ્રાઝિલ 87544 22
UK 45752 27
મેક્સિકો 43680 29
ઈટાલી 35017 20
ભારત 32856 4
સ્પેન 28432 24

સ્થૂળતા સામે બ્રિટને જાહેર કરેલ માર્ગદર્શિકા શું છે?

  • સ્થૂળતા રોકવા માટે બ્રિટને ખાદ્યપદાર્થોમાં બાય વન ગેટ વન ફ્રી પ્રકારની તમામ પ્રોત્સાહક યોજનાઓ પર પ્રતિબંધ લાદી દીધો છે.
  • સ્વિટ્સ, ચોકલેટ્સના વેચાણ પર કરવેરા વધારવાની આગામી યોજના લાગુ થશે.
  • શોપિંગ મોલ કે કોમ્પ્લેક્સમાં વિઝિટ ગુડવિલ તરીકે ચોકલેટ આપવા સામે પ્રતિબંધ મૂક્યો છે.
  • લીલાં શાકભાજી, ફળો અને ફેટ વગરના આહારના વેચાણ પર વધુ ડિસ્કાઉન્ટ આપવા માટે પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવાની વિચારણા છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona mortality is high in countries with high rates of obesity, obesity is low in India but mortality is high


from Divya Bhaskar https://ift.tt/2BEG5DD
via IFTTT

Comments