અનુરાગ કશ્યપે ટાઈગરનો ફોટો નેપોટિઝ્મ વિવાદમાં પોસ્ટ કર્યો હતો, હવે આયેશા શ્રોફને કહ્યું-‘તમને દુઃખ પહોંચાડવા બદલ ક્ષમા માગું છું’ ફિલ્મમેકર અનુરાગ કશ્યપે ટાઈગર શ્રોફની માતા આયેશા શ્રોફ પાસે ક્ષમા માગી છે. બોલિવૂડમાં નેપોટિઝ્મ પર ચાલી રહેલા વિવાદ દરમિયાન ટાઈગરનો ફોટો પોસ્ટ કર્યો હતો. અનુરાગે એક રિપોર્ટ સાથે ટાઈગર, સૈફ અલી ખાન અને કરીના કપૂરના દીકરા તૈમુરનો ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ કેવી રીતે કામ કરે છે અને મીડિયા તેને કેવી રીતે સપોર્ટ કરે છે. Yo! Don’t involve my kid in this!!🙏🏻 he’s here on his own hard work entirely🙏🏻🙏🏻 — Ayesha Shroff (@AyeshaShroff) July 24, 2020 આ ફોટો પોસ્ટ કરવા પર આયેશાએ અનુરાગને ટ્વીટ કર્યું કે, ટાઈગરને આ બધા વિવાદથી દૂર રાખો. મારો દીકરો આજે જે પણ છે, તે પોતાની મહેનતને લીધે છે. તેનાં જવાબમાં અનુરાગે લખ્યું કે, ‘આયેશા, હું માફી માગું છું. હું મીડિયા કઈ રીતે તૈમુરની સ્ટોરી ફોલો કરે છે તે બતાવવા માગતો હતો. તમને દુઃખ પહોંચાડવા તે બદલ ક્ષમા માગું છું Will @anuragkashyap72 apologise to Kangana’s or Sushant’s parents ? No, but he will apologise to Tiger’s parents. Double standards! https://t.co/40AjQyAoqx — Team Kangana Ranaut (@KanganaTeam) July 26, 2020 અનુરાગે આયેશાની માફી માગવા પર ટીમ કંગના રનૌતે ટ્વીટ કર્યું કે, શું અનુરાગ કંગના કે સુશાંતના માતા-પિતાની ક્ષમા માગશે? ના, તે ટાઈગરના પેરેન્ટ્સની માફી માગશે. ડબલ સ્ટાન્ડર્ડ ! અનુરાગે એક ન્યૂઝ પોસ્ટ કરીને લખ્યું હતું કે, શું આ મીડિયાનું નેપોટિઝ્મ છે? કેમ? કારણકે, દર્શકો તરીકે તમે આ બધું જ જોવા માગો છો, તો આ દર્શકો માટે તમારું પણ નેપોટિઝ્મ નથી? અનુરાગ નેપોટિઝ્મને લઇને વિવાદમાં સામેલ થતા રહે છે અને પ્રશ્નો પણ ઊઠાવી રહ્યા છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Anurag Kashyap Apologized To Ayesha Shroff After Posted Photo Of Her Son Tiger In Nepotism Controversy

ફિલ્મમેકર અનુરાગ કશ્યપે ટાઈગર શ્રોફની માતા આયેશા શ્રોફ પાસે ક્ષમા માગી છે. બોલિવૂડમાં નેપોટિઝ્મ પર ચાલી રહેલા વિવાદ દરમિયાન ટાઈગરનો ફોટો પોસ્ટ કર્યો હતો. અનુરાગે એક રિપોર્ટ સાથે ટાઈગર, સૈફ અલી ખાન અને કરીના કપૂરના દીકરા તૈમુરનો ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ કેવી રીતે કામ કરે છે અને મીડિયા તેને કેવી રીતે સપોર્ટ કરે છે.

આ ફોટો પોસ્ટ કરવા પર આયેશાએ અનુરાગને ટ્વીટ કર્યું કે, ટાઈગરને આ બધા વિવાદથી દૂર રાખો. મારો દીકરો આજે જે પણ છે, તે પોતાની મહેનતને લીધે છે. તેનાં જવાબમાં અનુરાગે લખ્યું કે, ‘આયેશા, હું માફી માગું છું. હું મીડિયા કઈ રીતે તૈમુરની સ્ટોરી ફોલો કરે છે તે બતાવવા માગતો હતો. તમને દુઃખ પહોંચાડવા તે બદલ ક્ષમા માગું છું

અનુરાગે આયેશાની માફી માગવા પર ટીમ કંગના રનૌતે ટ્વીટ કર્યું કે, શું અનુરાગ કંગના કે સુશાંતના માતા-પિતાની ક્ષમા માગશે? ના, તે ટાઈગરના પેરેન્ટ્સની માફી માગશે. ડબલ સ્ટાન્ડર્ડ !

અનુરાગે એક ન્યૂઝ પોસ્ટ કરીને લખ્યું હતું કે, શું આ મીડિયાનું નેપોટિઝ્મ છે? કેમ? કારણકે, દર્શકો તરીકે તમે આ બધું જ જોવા માગો છો, તો આ દર્શકો માટે તમારું પણ નેપોટિઝ્મ નથી? અનુરાગ નેપોટિઝ્મને લઇને વિવાદમાં સામેલ થતા રહે છે અને પ્રશ્નો પણ ઊઠાવી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Anurag Kashyap Apologized To Ayesha Shroff After Posted Photo Of Her Son Tiger In Nepotism Controversy


from Divya Bhaskar https://ift.tt/30Tyj1e
via IFTTT

Comments